મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા
માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
SHARE
માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા ચાલુ વર્ષે ખેલ મહાકુંભ- 2026 નું આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનું આયોજન મોટા દહીસરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું
જેમાં મોડેલ સ્કૂલ મોટીબરારના 24 જેટલા વિદ્યાર્થીઓ જુદી જુદી ઇવેન્ટમાં સહભાગી બન્યા હતા. જેમાંથી 20 વિદ્યાર્થીઓએ અલગ અલગ ઇવેન્ટમાં પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે. જેમાંથી પરમાર રિયા અને જાદવ જ્યોતિ અન્ડર 14 અને 17 ચેસ સ્પર્ધામાં પ્રથમ, સવસેટા માહી અંડર 17 લાંબી કુદમાં પ્રથમ, જોષી સત્યમ અંડર 17 ભાલા ફેંકમાં પ્રથમ, પરમાર ગોપાલ અંડર 17ની 400 મીટર દોડમાં પ્રથમ, ડાંગર રામ અંડર 17 ની 3000 મીટર દોડમાં પ્રથમ, સીસણાદા ઋત્વિક અંડર 17લાંબી કુદમાં પ્રથમ, ભટ્ટી મુમતાજ અંડર 17ની 200 મીટર દોડમાં પ્રથમ,ચાવડા હાર્દિક અંડર 17 ચક્ર ફેંકમાં પ્રથમ, મકવાણા હર્ષ અન્ડર 17 ચેસમાં દ્વિતીય, કડિયા મંતસા અંડર 17 ચક્ર ફેંકમાં દ્વિતીય,વૈષ્ણવ મીત ઉંચી કુદમાં ત્રીજા ક્રમે વિજેતા બનેલ છે આ ઉપરાંત ઓપન એજ ગ્રુપમાં મજેઠીયા પૂજા 200 મીટર દોડમાં પ્રથમ, કુવરિયા હિરલ ગોળા ફેકમાં પ્રથમ, મજેઠીયા આરતી ભાલા ફેંકમાં પ્રથમ, પડસારીયા કિસન ગોળા ફેકમાં પ્રથમ, સંઘવાણી મહેબૂબ 100 મીટર તેમજ ૨૦૦ મીટર દોડમાં પ્રથમ, વીરડા પ્રિયાંશુ ચક્રફેંકમાં પ્રથમ, મોવર અસરફ ૨૦૦ મીટર દોડમાં ત્રીજો, બડઘા નિકિતા ચક્ર ફેકમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરી શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે. જેથી શાળાના આચાર્ય બી.એન.વિડજા દ્વારા તમામ વિદ્યાર્થીઓ તેમજ માર્ગદર્શિત શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે.