માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ મોરબીમાં લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂત શિબિર યોજાઈ સેવા સંકલ્પ સાથે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા માં આશાપુરાના દર્શનાર્થે કરશે પદયાત્રા 14 પડતર માંગણીઓ નહીં સંતોષતા મોરબી જીલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી
Breaking news
Morbi Today

હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ


SHARE











હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ

મોરબી શહેરના નાગરિકો પોતાના ઘર આંગણે જ તાજા અને સાત્વિક શાકભાજી ઉગાડીને કિચન ગાર્ડનીંગનો આનંદ માણી શકે તે માટે સરકારના બાગાયત ખાતા દ્વારા પહેલ કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન ‘કેનીંગ અને કીચન ગાર્ડન’ યોજના અંતર્ગત શહેરીજનોને પોતાના ઘર આંગણે કે ધાબા પર બાગાયત વાટિકા ઊભી કરવાના હેતુથી રાહત દરે વિવિધ શાકભાજીના ગુણવત્તાયુક્ત બિયારણનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે 

આ યોજના હેઠળ ભીંડો, ગુવાર, રીંગણા, મરચા, ટામેટા, સુરતી પાપડી, દૂધી, તુરીયા, કાકડી, પાલક, મેથી અને ધાણા સહિતના વિવિધ શાકભાજીના બિયારણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બિયારણ વિતરણની સાથે સાથે નાગરિકોને કીચન ગાર્ડનીંગ સુચારુ રીતે કરવા માટે જરૂરી તમામ તાંત્રિક માર્ગદર્શન પણ પૂરૂં પાડવામાં આવશે.આ લાભ મેળવવા ઇચ્છુક શહેરીજનોએ ‘નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે તથા ફોન નં. ૦૨૮૨૨-૨૪૧૨૪૦’ નો સંપર્ક કરવા નાયબ મોરબી બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.




Latest News