મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી : ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે ગાયત્રી પરિવાર દ્વારા રંગોળી સ્પર્ધા યોજાયેલ


SHARE











મોરબી : ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે ગાયત્રી પરિવાર દ્વારા રંગોળી સ્પર્ધા યોજાયેલ

મોરબીના વાંકાનેરના ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા રંગોળી સ્પર્ધા યોજાયેલ હતી.તા.૫ ને રવિવારના રોજ ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં વાંકાનેરથી બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામા ૪૮ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધા ૫ થી ૧૫ વર્ષ માટે અને બીજું ૧૫ વર્ષથી ઉપર એમ બે ભાગમા યોજાયેલ હતી.જેમાં ૫ થી ૧૫ વર્ષના બાળકોની સ્પર્ધામા પહેલો નંબર ભાટી પ્રાચીબેન, બીજો નંબર જયશ્રીબેન ભિંડોરા અને ત્રીજો નંબર સ્વાતીબેન ગમોતએ મેળવ્યો હતો.તેમજ ૧૫ વર્ષથી ઉપરના સ્પર્ધકોમાં પ્રથમ નંબર જયસ્વાલ માનિતી, બીજો નંબર ભાવિશાબેન સોની અને ત્રીજો નંબર જીગીશાબેન તલસાણીયાએ પ્રાપ્ત કર્યો હતો.આ સિવાય ક્રિષ્ના, મોક્ષ, ઉમાદેવી અને વિજયને આશ્વાશન ઇનામ આપવામાં આવ્યા હતા.રંગોળી સ્પર્ધામા જજ તરીકે દર્શનાબેન જાની, રૂપલબેન વ્યાસ તથા પ્રિયાબેન મહેશ્વરી દ્વારા સેવા આપવામાં આવી હતી. આ રંગોળી સ્પર્ધાને સફળ બનાવવા ગાયત્રી પરિવારએ જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમમા અશ્વિનભાઈ રાવલ, રાહુલ જોબનપુત્રા, નરેન્દ્રભાઇ દવે, રસીલાબેન કાચા , અરૂણભાઈ વ્યાસ, દેવાંશીબા ઝાલા અને અન્ય પરિવારજન તથા વાલીઓ હાજર રહ્યા હતાં.




Latest News