મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્ટ્રાગ્રામથી સંપર્કમાં આવેલ સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે


SHARE











મોરબીમાં ઇન્ટ્રાગ્રામથી સંપર્કમાં આવેલ સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જૂના મકનસર ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે અપરણ કરી જવામાં આવેલ હોય ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી તાલુકા પોલીસ મથકના પીઆઇ વાળા દ્વારા આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો એકટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.ભોગ બનનાર પરિવાર દ્વારા એક મોબાઈલ નંબર આપવામાં આવ્યો હોય તે મોબાઈલ નંબરના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસે હાલમાં આ બનાવમાં અભિષેક અભયસિંગ નવલસીંગ મેડા આદિવાસી (ઉમર ૨૦) રહે.હરદાસપુર તાલુકો જોબટ જીલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.આ બાબતે વધુમાં તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ભોગ બનેલ સગીરાની સાથે ઇન્ટ્રાગ્રામથી સંપર્ક કેળવીને આરોપી અભિષેક મેડા દ્વારા તેણીને લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે અપહરણ કરી જવામાં આવેલ.હાલ અભિષેકની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે.

એસિડ પી જતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતી હાર્વીબેન બીપીનભાઈ પઢારીયા નામની ૧૭ વર્ષીય સગીરાને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે એસિડ પી જવાના બનાવમાં હાર્વીબેનને સારવાર માટે અત્રે મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આ બાબતે જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા બનાવ અંગે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી જોકે બનાવ હળવદ પંથકનો હોય આગળની તપાસ માટે આ અંગે હળવદ પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવી હતી.

 

રીક્ષા પલ્ટી મારી જતા ઈજા

મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલી ગામોટ શેરીમાં રહેતા ચંદનબેન હીરાચંદભાઈ સુખડિયા નામના ૫૯ વર્ષીય વૃદ્ધાને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.પોલીસના જણાવ્યા પ્રમાણે તેઓ રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે મોરબીની દફતરી શેરી નજીક રીક્ષા પલ્ટી જતા સર્જાયેલા અકસ્માત બનાવમાં તેઓને ઇજા થતા દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.




Latest News