મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે રૂપિયાની લેતી દેતી બાબતે બોલાચાલી કરીને યુવાનને માર માર્યો: મારી નાખવાની ધમકી


SHARE











હળવદના માથક ગામે રૂપિયાની લેતી દેતી બાબતે બોલાચાલી કરીને યુવાનને માર માર્યો: મારી નાખવાની ધમકી

હળવદ તાલુકાના માથક ગામે ઝાંપા પાસે યુવાન સાથે ઉછીના આપેલા પૈસા બાબતે બોલાચાલી કરવામાં આવી હતી ત્યારે યુવાને કહ્યું હતું કે, “હું તમારી પાસે પૈસા માંગુ છું તે મને આપી દો એટલે હું તમારા પૈસા આપી દઇશ” જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલા શખ્સે ગાળો આપી હતી અને લાકડી વડે યુવાનને પીઠ અને જમણા પગના ભાગે માર માર્યો હતો તેમજ કપાળ ઉપર લાકડાનો ધોકો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા નિલેશભાઈ ઉર્ફે નીલો હેમુભાઈ મદ્રેસાણીયા જાતે કોળી (૨૬)એ પીન્ટુભાઇ અશોકભાઈ બોરાણીયા જાતે કોળી રહે. માથક વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, માથક ગામના ઝાપા પાસે તે હતો ત્યારે આરોપીએ તેને ગાળો આપીને ઉછીના આપેલા પૈસા પરત માંગ્યા હતા ત્યારે ફરિયાદીએ આરોપીને કહ્યું હતું કે “હું તમારી પાસે પૈસા માંગુ છું તે મને આપી દો એટલે હું તમારા પૈસા આપી દઇશ” જેથી કરીને આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેને ફરિયાદીને ગાળો આપી હતી અને લાકડીના ધોકા વડે વાંસા જમણા પગ અને કપાળ ઉપર માર માર્યો હતો તેમજ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પીન્ટુભાઇ અશોકભાઈ બોરાણીયાની સામે ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News