મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં નકલી દારૂની ફેકટરીમાંથી પકડાયેલા પૈકીનાં ૩ આરોપીના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE











મોરબીમાં નકલી દારૂની ફેકટરીમાંથી પકડાયેલા પૈકીનાં ૩ આરોપીના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર

ગુજરાતમાં દારૂ બાંધી છે તો પણ દર વર્ષે રાજ્યના જુદાજુદા જિલ્લામાંથી લાખો નહીં કરોડો રૂપિયાનો દારૂ પકડાઈ છે અને પીવાઇ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ખાસ કરીને ગુજરાતમાં જે દારૂ આવે છે તે મોટાભાગે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગોવા વિગેરે સેંટરોમાંથી આવે છે જો કે, બહારથી દારૂ મંગાવવામાં આવે તો પકડવાનો ડર છે છે જેથી કરીને હરિયાણાના એક શખ્સે મોરબીના રફાળેશ્વર પાસે આવેલ જીઆઇડીસીમાં ગોડાઉન ભાડે રાખીને ત્યાં જ નકલી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી ચાલુ કરી દીધી હતી ત્યાંથી પકડાયેલા ૧૧ પૈકીનાં ૩ આરોપીના કોર્ટે ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કરલે છે

મોરબી એલસીબી ટીમે બુધવારે મોડી રાતે રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં રેડ કરી હતી ત્યારે ત્યાંના દ્રશ્યો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી કેમ કે ત્યાં નકલી વિદેશી દારૂ બનાવની ફેકટરી ધમધમી રહી હતી જો કે, હરિયાણાના શખ્સ દ્વારા કેટલા સમય પહેલાથી રફાળેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હતું ? કેટલા સમયથી ત્યાં ડુપ્લીકેટ વિદેશી દારૂની બોટલો ભરવા માટેનું કામ ચાલુ હતું ? નકલી દારૂના આ કૌભાંડની અંદર સ્થાનિક લોકો પણ સંડોવાયેલા છે કે કેમ તે બાબતની પણ તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે ત્યારે જે ૧૧ આરોપીઓને પકડવામાં આવ્યા હતા તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ૧૧ પૈકીનાં સચિન શાંતારામ,બીશ્વજીત સાધુરામ અને લીલાધર ધરમપાલ નામના ૩ આરોપીના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે 




Latest News