મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં નકલી દારૂની ફેકટરીમાંથી પકડાયેલા પૈકીનાં ૩ આરોપીના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE













મોરબીમાં નકલી દારૂની ફેકટરીમાંથી પકડાયેલા પૈકીનાં ૩ આરોપીના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર

ગુજરાતમાં દારૂ બાંધી છે તો પણ દર વર્ષે રાજ્યના જુદાજુદા જિલ્લામાંથી લાખો નહીં કરોડો રૂપિયાનો દારૂ પકડાઈ છે અને પીવાઇ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ખાસ કરીને ગુજરાતમાં જે દારૂ આવે છે તે મોટાભાગે પંજાબહરિયાણારાજસ્થાનગોવા વિગેરે સેંટરોમાંથી આવે છે જો કેબહારથી દારૂ મંગાવવામાં આવે તો પકડવાનો ડર છે છે જેથી કરીને હરિયાણાના એક શખ્સે મોરબીના રફાળેશ્વર પાસે આવેલ જીઆઇડીસીમાં ગોડાઉન ભાડે રાખીને ત્યાં જ નકલી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી ચાલુ કરી દીધી હતી ત્યાંથી પકડાયેલા ૧૧ પૈકીનાં ૩ આરોપીના કોર્ટે ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કરલે છે

મોરબી એલસીબી ટીમે બુધવારે મોડી રાતે રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં રેડ કરી હતી ત્યારે ત્યાંના દ્રશ્યો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી કેમ કે ત્યાં નકલી વિદેશી દારૂ બનાવની ફેકટરી ધમધમી રહી હતી જો કેહરિયાણાના શખ્સ દ્વારા કેટલા સમય પહેલાથી રફાળેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હતું કેટલા સમયથી ત્યાં ડુપ્લીકેટ વિદેશી દારૂની બોટલો ભરવા માટેનું કામ ચાલુ હતું નકલી દારૂના આ કૌભાંડની અંદર સ્થાનિક લોકો પણ સંડોવાયેલા છે કે કેમ તે બાબતની પણ તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે ત્યારે જે ૧૧ આરોપીઓને પકડવામાં આવ્યા હતા તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ૧૧ પૈકીનાં સચિન શાંતારામ,બીશ્વજીત સાધુરામ અને લીલાધર ધરમપાલ નામના ૩ આરોપીના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે 






Latest News