મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પોલીસે હોટલના સંચાલકની કરી ધરપકડ: બીજા આરોપીઓની શોધખોળ


SHARE











મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પોલીસે હોટલના સંચાલકની કરી ધરપકડ: બીજા આરોપીઓની શોધખોળ

મોરબીના નાગડાવાસ ગામના પાટિયા નજીક હોટલના ગ્રાઉન્ડમાં ગેસ ટેન્કરમાંથી ગેસની ચોરી કરતાં હતા ત્યારે પોલીસે રેડ કરીને સ્થળ ઉપરથી ટેન્કર, બોલેરો ગાડી સહિત ૨૮ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરેલ હતો આ ગુનામાં વાહન ચાલકોને પકડવાના બાકી છે જો કે, હાલમાં પોલીસે હોટલ ભાડે રાખનારા હોટલના સંચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના નાગડાવાસ ગામના પાટીયા પાસે માલાણી હાઇવે હોટલના ગ્રાઉન્ડમાં ગેસના ટેન્કરમાંથી ગેસની ચોરી કરવામાં આવી રહી હતી જેથી કરીને માલાણી હાઇવે હોટલના ગ્રાઉન્ડમાં રેડ કરી હતી ત્યારે ગેસની ચોરી કરીને ભરવામાં આવેલ બાટલા, બોલેરો અને ટેન્કર નંબર કેએ ૧ એએમ ૯૯૨૧ મળી સહિત કુલ મળીને ૨૮,૦૫,૪૦૬ નો મુદ્દામાલ કબ્જે કરેલ હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને વાહન છોડીને નાસી ગયેલા આરોપી સહિતનાઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં જે હોટલ પાસે વાહનો ઊભા રાખીને ગેસની ચોરી કરવામાં આવી રહી હતી તે માલાણી હાઇવે હોટલ ભાડે રાખનારા સંચાલક ચુનીલાલ રામલાલ લેગા જાતે જાટ (૨૮) રહે. માળીયા હાઇવે નાગડાવાસ પાટીયા પાસે માલાણી હાઇવે હોટલ મોરબી વાળાની પોલીસે ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે

યુવાનને ઇજા

રાજકોટ નજીક કાલાવાડ ગામે આવેલ ગામ સત્યા સોસાયટી ખાતે રહેતા ભાવિનભાઈ જીવાભાઈ ગરચર (૨૫) નામનો યુવાન મોરબીના રાજપર રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ભાવિનભાઈને ઇજાઓ થઇ હતી જેથી તેને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News