મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ દ્વારા ઝુંપડપટ્ટી વિસ્તારમાં મીઠાઈ વિતરણ કરી દિવાળીની ઉજવણી


SHARE













મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ દ્વારા ઝુંપડપટ્ટી વિસ્તારમાં મીઠાઈ વિતરણ કરી દિવાળીની ઉજવણી

દિવાળીને હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે. દિવાળીનો પર્વ લોકોના જીવનમાં તેમજ ઘરમાં ખુશીઓ તેમજ પ્રકાશ લઈને આવતો હોય છે. આ પર્વમાં લોકો નવા કપડાં, નવા વાસણો અને નવા ઘરેણાં ખરીદતા હોય છે, અને પોતાની ખુશીઓ વ્યક્ત કરતાં હોય છે. જો કે, ઘણા જરૂરીયાતમંદ પરિવાર એવા પણ હોય છે કે, જેમના ઘરે દિવાળીમાં આવી ખુશીઓ આવતી નથી. ત્યારે મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી પર્વની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસતા લોકો સાથે દિવાળીની અનોખી ઉજવણી કરી હતી. 

જેમાં મોરબીની નવલખી ફાટક, અગ્નેશ્વર મહાદેવ મંદિર, મયુર પુલ સહિતની સેવાવસ્તીમાં વસતા લોકોને ૨૦૦ થી વધુ લોકોને મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી. અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપે ગરીબ લોકોની દિવાળીમાં ખુશીઓના રંગ ભરવા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, પ્રભાબેન મકવાણા, કિંજલબેન માકાસણા, નિર્મળાબેન હડિયલ, વંસતાબેન ઉધરેજા, જાગૃતિબેન પરમાર, રૂતવીબેન ગજ્જર, ભાવિકાબેન ડાયાણી, દિવ્યાબેન કંઝારીયા સહિતના ગ્રુપના સભ્યો જોડાયા હતા.






Latest News