મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

અરેરાટી: મોરબીમાં પ્રપોત્રીના અવસાનની ગણતરીની કલાકમાં જ દાદીએ પણ અંતિમ શ્વાસ લીધો


SHARE













અરેરાટી: મોરબીમાં પ્રપોત્રીના અવસાનની ગણતરીની કલાકમાં જ દાદીએ પણ અંતિમ શ્વાસ લીધો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પીજી કલોકની પાછળના ભાગમાં આવેલ શિવમ સોસાયટીમાં પ્રપોત્રીના અવસાનની ગણતરીની કલાકમાં જ દાદીએ પણ અંતિમ શ્વાસ લીધો હતી જેથી કરીને આજે દિવાળીના દિવસે એક જ ઘરમાંથી એક સાથે બે અર્થીઓ ઉઠતા પરિવાર સહિત સમાજના લોકોમાં અરેરાટી પ્રસરી ગઈ હતી

વર્તમાન સમયમાં ઘણી વખત આશ્ચર્યજનક કહી શકાય તેવી ઘટનાઓ બનતી હોય છે તેવી જ રીતે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પીજી ક્લોકની પાછળના ભાગમાં આવેલ શિવમ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ ગણાત્રાની ૨૮ વર્ષની દીકરી શિવાંગીનું રાત્રે તેના ઘરે ૧૧ વાગ્યે અવસાન થયું હતું અને ત્યારબાદ રાત્રીના ૧૨ વાગ્યે શૈલેષભાઈના માતા જશવંતીબેન ધીરજલાલ ગણાત્રા (૭૦)નું પણ અવસાન થયું હતું આમ એક જ પરિવારમાં એક જ દિવસે દાદી અને પ્રપોત્રીનું અવસાન થતાં ગણાત્રા પરિવાર તેમજ લોહાણા સમાજમાં શોકની લાગણી ફેલાય છે અને એકી સાથે એક જ ઘરેથી બે અર્થ આજે દિવાળીના દિવસે ઉઠતા પરિવારજનો સહિત લોકોમાં અરેરેરિટી પ્રસરી ગઈ હતી






Latest News