મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી : એક મહિનાનું બાળક સાથે મહિલાને પતિ રસ્તામાં મૂકીને જતા રહેતા આશ્રય અપાવતી મોરબી 181 અભયમ ટીમ


SHARE













મોરબી : એક મહિનાનું બાળક સાથે મહિલાને પતિ રસ્તામાં મૂકીને  જતા રહેતા આશ્રય અપાવતી મોરબી 181 અભયમ ટીમ

તારીખ:-11/11/2023 ના રોજ એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 મા કોલ આવેલ કે પીડિત મહિલા ને એક માસનું બાળક હોય અને તેમના પતિ રસ્તામાં મૂકીને જતા રહેલ હોય માટે મદદની જરૂર છે.

ત્યારબાદ તાત્કાલિક 181 મોરબી લોકેશન ટીમના કાઉન્સિલર પટેલ સેજલબેન તેમજ કોન્સ્ટેબલ ભારતીબેન પાયલોટ પ્રદીપભાઈ ઘટના સ્થળે પહોંચેલ અને તે મહિલા પાસે જઈ સૌપ્રથમ મહિલાને  પહેલા સાંત્વના આપેલ ત્યારબાદ તેમનું કાઉન્સિલિંગ કરેલ જેમાં મહિલાએ જણાવેલ કે તેમને એક માસનું બાળક હોય તેવો બિહારના હોય પાંચ દિવસ થાય મોરબીમાં અહીંયા કંપનીમાં કામ કરવા માટે આવેલ હોય મહિલા ના  પતિ મહિલા ને રસ્તામાં મૂકી જતા રહેલ હોય તેમના પતિ નો ફોન પણ બંધ બતાવતો હોય મહિલા ને તેઓ ક્યાં રહે છે તે ખબર ના હોવાથી આજુબાજુના વિસ્તારમાં મહિલાને લઈ જઈ ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તેઓ ક્યાં રહે છે તે મળેલ ના હોવાથી મોરબી સખી વન સ્ટોપ   સેન્ટરમાં આશ્રય અપાવવામાં આવેલ મહિલાએ 181 અભયમ ટીમનો ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

શ્રી ગાયત્રી શક્તિપીઠ-વાંકાનેર દ્રારા તા.૧૬ ના રોજ સ્નેહ મિલન

દરેક વર્ષની જેમ આ વર્ષે ગાયત્રી પરિવાર દ્વારા સ્નેહ મિલનનું આયોજન રાખેલ છે.આપ સૌનું નૂતન વર્ષ સુખમય સમૃદ્ધિ મય નિવડે આ દિવ્ય તહેવાર આપના જીવનને ખુશીઓ અને ઉમંગથી ભરી દે તેવી શુભકામનાઓ સાથે આવતી કાલ તા.૧૬ ને ગુરુવારના રોજ સાંજે ૫ થી ૬:૩૦ ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે સ્નેહમિલન યોજાશે જેમા હાજર રહેવા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.






Latest News