મોરબીમાં સતનામ ગૌશાળાની પાછળના વોંકળામાં ન્હાવા ગયેલ સગીરનું પાણીમાં ડૂબી જવાથી મોત
સોશ્યલ મીડિયાએ ભારે કરી: મોરબીમાં હથિયાર પરવાનો ન હોવા છતાં ફોટો અપલોડ કરનારા સહિત બે સામે કાર્યવાહી
SHARE
સોશ્યલ મીડિયાએ ભારે કરી: મોરબીમાં હથિયાર પરવાનો ન હોવા છતાં ફોટો અપલોડ કરનારા સહિત બે સામે કાર્યવાહી
મોરબીના આમરણ બેલા ગામે રહેતા યુવાને તેની પાસે લાયસન્સ કે હથિયાર પરવાનો ન હોવા છતાં પણ બારબોરના હથિયાર સાથે ફોટો પાડીને પોતાના વ્હોટ્સ એપના સ્ટેટસ ઉપર તે ફોટો અપલોડ કર્યો હતો જેથી કરીને પોલીસે હથિયાર સાથેનો ફોટો અપલોડ કરનાર યુવાન તથા તેને ફોટો પાડવા માટે થઈને લાયસન્સ વાળું હથિયાર આપનારા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં ફોટો અને વિડીયો અપલોડ કરવા માટે ઘણી વખત જાણતા કે પછી અજાણતા ગુનાહિત કૃતિઓ થઈ જતા હોય છે તેવી જ રીતે મોરબી તાલુકાના આમરણ બેલા ગામે રહેતા રફીકભાઈ ઉર્ફે ભોલો હસનભાઈ કટિયા જાતે મિયાણા (૨૨) નામના યુવાને પોતાની પાસે લાયસન્સ કે હથિયાર પરવાનો ન હોવા છતાં પણ સમાજમાં ભય ઊભો કરવા માટે થઈને પોતાના શોખ માટે બારબોરના હથિયાર સાથે ફોટો પાડીને પોતાના વ્હોટ્સ એપના સ્ટેટસ ઉપર તે ફોટો અપલોડ કર્યો હતો જે મોરબી જિલ્લા એસઓજીની ટીમના ધ્યાન ઉપર આવતા ફોટો અપલોડ કરનારા રફીકભાઈ કટિયા અને તેને હથિયાર ફોટો પાડવા માટે થઈને આપનારા રતિલાલ વેલજીભાઈ માલકીયા જાતે મિયાણા (૫૪) રહે. માવના ગામ તાલુકો જોડીયા વાળાની સામે આર્મસ એક્ટની કલમ ૨૯, ૩૦ મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી હાલમાં બંને આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઇજા
મોરબી નજીકના મકાનસર ગામે રહેતા જીતેશ બાલુભાઈ થરેસા જાતે કોળી (૨૮) નામના યુવાને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એમ.જે. કહાંગરા ચલાવી રહ્યા છે