મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે કોમ્પ્લેક્સ પાસે જુગાર રમતા ચાર શખ્સો ૧૫,૫૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE











મોરબીના વાવડી રોડે કોમ્પ્લેક્સ પાસે જુગાર રમતા ચાર શખ્સો ૧૫,૫૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીની સામેના ભાગમાં કોમ્પ્લેક્સ પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૫,૫૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીની સામેના ભાગમાં આવેલા સતનામ કોમ્પ્લેક્સ પાસે જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અરમાનભાઈ સલીમભાઈ બુધિયા જાતે સંધિ (૨૧) રહે વાવડી રોડ મિલન પાર્ક-૩ મોરબી, અફઝલભાઇ સલીમભાઈ મકવાણા જાતે ઘાંચી (૨૨) રહે. પંચાસર રોડ મહંમદસલીમ વાડી મસ્જિદ પાસે મોરબી, લક્ષ્મણભાઈ ગોપાલભાઈ ટોટા જાતે ભરવાડ (૨૮) રહે. વાવડી રોડ ભગવતીપરા મોરબી અને પંકજભાઈ નરોત્તમભાઈ સાલાણી જાતે સિંધી (૧૯) રહે. મહેન્દ્રપરા શેરી નં-૧૨ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૫,૫૦૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ મધુપુર ગામની સીમમાંથી બાઇક લઈને પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી ૯ લિટર દેશી દારૂ મળી આવતા પોલીસે ૧૮૦ રૂપિયાની કિંમતનો દારૂ તથા ૪૦૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક નંબર જીજે ૩૬ એજી ૪૮૭૯ આમ કુલ મળીને ૪૦,૧૮૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સુરેશભાઈ થરેસા જાતે કોળી (૪૦) રહે નાગડાવાસ ચામુંડા માતા વાળી શેરી તાલુકો મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે 




Latest News