કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

ટંકારામાં પુસ્તક પરબ દ્વારા વેશભૂષા સ્પર્ધા યોજાઈ


SHARE







ટંકારામાં પુસ્તક પરબ દ્વારા વેશભૂષા સ્પર્ધા યોજાઈ

ટંકારાના વાંચન રસિકોની વાંચનની તરસ છીપાવવા માટે દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવી રહ્યું છેજેમાં દર મહિને ૧૦૦ જેટલા લોકો તેનો લાભ લે છે અને કોઈપણ જાતની ફી વિના વિનામૂલ્યે આશરે ૨૦૦૦ પુસ્તકોમાંથી પોતાનું મનગમતું પુસ્તક વાંચવા માટે આપવામાં આવે છે. દરમ્યાન પુસ્તક પરબની સાથે સાથે "સંસ્કૃતિ પરિધાન" અંતર્ગત વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ૬ થી ૧૪ વર્ષની દિકરીઓએ ભાગ લીધો હતો અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા અલગ અલગ પહેરવેશ ૨૧ દીકરીઓએ પહેર્યા હતા જેમાં ભારતમાતામીરાંબાઈરાધાદ્રૌપદીરાજપૂતાણી વગેરે જેવા અલગ અલગ પાત્રોના પહેરવેશ દ્વારા વેશભૂષા સ્પર્ધામાં ભાગ લીધેલ હતો આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે વિજયભાઈ ફેફર અને દિવ્યાબેન કાસુન્દ્રાએ સેવા આપી હતી. અને મેઘપર (ઝા) પ્રાથમિક શાળાના શિક્ષિકા હેતલબેન સોલંકી દ્વારા "દીકરી વ્હાલનો દરિયો"એ વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું ત્યાર બાદ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ દીકરીઓને પ્રમાણપત્ર દિવ્યાબેન કાસુન્દ્રા તરફથી ગિફ્ટ અને ગીતાબેન સાંચલા તરફથી દાંડિયાની ભેટ આપવામાં આવી હતી અને પ્રથમ ત્રણ નંબર મેળવેલ દીકરીઓને કલ્પેશભાઈ ફેફર તરફથી સોનાનો દાણો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા પુસ્તક પરબ ટીમના ગીતાબેન સાંચલાકલ્પેશભાઈ ફેફરધવલભાઈ ભીમાણીપરેશભાઈ નમેરામહર્ષિભાઈ પંડ્યાધવલભાઈ દેસાઈપૂજાબેન મેંદપરાગાયત્રીબેન વરમોરાહિરલબેન પનારાગીતાબેન સંતોકીનિપાબેન મેંદપરા અને ઉત્તમભાઈએ જહેમત ઉઠાવી હતી.






Latest News