મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામની સીમ પાસેથી જામગરી બંદૂક સાથે એકની ધરપકડ


SHARE













મોરબીના પંચાસર ગામની સીમ પાસેથી જામગરી બંદૂક સાથે એકની ધરપકડ

મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાંથી સનાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર કાચા રસ્તેથી પસાર થતાં શખ્સની પાસે હથિયાર હોવાની ચોક્કસ હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં પહોંચીને શંકાસ્પદ હાલતમાં મળી આવેલા શખ્સને ચેક કરતાં તેની પાસેથી જામગરી બંદૂક મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૦૦૦ ની કિંમતનું હથિયાર કબજે કરીને આર્મ્સ એક્ટ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

મોરબી તાલુકો પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.જી. જેઠવા અને તેઓની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હરેશભાઈ આગલ અને દિવ્યરાજસિંહ જાડેજાને સંયુક્ત રીતે મળેલ ખાનગી બાતમી આધારે મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાંથી ફલકું નદી પાસેથી સનાળા તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલા શખ્સને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી એક જામગરી બંદૂક મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૦૦૦ ની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી શકુરભાઈ જલાબદિન કાજડીયા (૨૫) રહે. કાજરડા તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે

છરી વડે જાતે ઇજા કરી

મોરબીમાં રહેતો કિશન ઉર્ફે જીનાદ (૨૪) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે રખડતું ભટકતું જીવન જીવતા યુવાને કોઈપણ કારણોસર પોતાની જાતે પોતાના શરીર ઉપર છરી વડે ઇજા કરી લીધી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબી સિવિલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

સેમ્પુ પી ગઈ

મોરબી તાલુકાના નવાગામ ખાતે રહેતી પૂર્વાબેન સંજયભાઈ બરાસરા (૧૫) નામની સગીરા કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતી ત્યારે શેમ્પૂ પી ગઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે






Latest News