કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતિ સન્માન સમારોહનુ સાર્થક વિદ્યા મંદિર ખાતે આયોજન કરવામાં  આવ્યું હતું જેમાં આ વખતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા રેકોર્ડ બ્રેક ૬૫૦થી વધુ માર્કશિટનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું જેના ભાગ રૂપે ૨૭૦ થી વધુ વિદ્યાર્થીઓને આ કાર્યક્ર્મમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અભીનેષ દુબેજી તથા હિરલબેન દવેએ હાજરી આપી હતી.મોરબીના સાર્થક વિદ્યાલય ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો જેમાં ૨૦૪ વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા હતા.બ્રહ્મ સમાજ સૌનું માર્ગદર્શન કરનારો સમાજ હોય તે ધ્યાને રાખી આચરણ કરવુ આપણી નૈતિક જવાબદારી બને છે.તેમ વક્તાઓએ જણાવ્યુ હતું

આ વખતે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આ કાર્યક્રમમાં ઘણા નવતર પ્રયોગો કર્યા હતા જેમાં ધોરણ ૬ થી ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે લેવલ ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેને તમામ વિદ્યાર્થીઓ તથા તેના વાલીઓએ સફળ બનાવી હતી અને સરસ્વતી સન્માન સમારોહ માટે માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી જ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો તો પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ અને વાલીઓઆ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લમહામંત્રી કેયુરભાઈ પંડ્યા તથા અમુલભાઇ જોષી તથા તમામ હોદેદારોશિક્ષણ સમિતિ તથા પ્રચાર પ્રસાર સમિતિના તમામ હોદેદારોએ જહેમત ઉઠાવી હતી.






Latest News