મોરબી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા મારામારીના ગુન્હામાં આરોપીની કરાઇ ધરપકડ
ટંકારામાં પુસ્તક પરબ દ્વારા વેશભૂષા સ્પર્ધા યોજાઈ
SHARE
ટંકારામાં પુસ્તક પરબ દ્વારા વેશભૂષા સ્પર્ધા યોજાઈ
ટંકારાના વાંચન રસિકોની વાંચનની તરસ છીપાવવા માટે દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં દર મહિને ૧૦૦ જેટલા લોકો તેનો લાભ લે છે અને કોઈપણ જાતની ફી વિના વિનામૂલ્યે આશરે ૨૦૦૦ પુસ્તકોમાંથી પોતાનું મનગમતું પુસ્તક વાંચવા માટે આપવામાં આવે છે. દરમ્યાન પુસ્તક પરબની સાથે સાથે "સંસ્કૃતિ પરિધાન" અંતર્ગત વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ૬ થી ૧૪ વર્ષની દિકરીઓએ ભાગ લીધો હતો અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા અલગ અલગ પહેરવેશ ૨૧ દીકરીઓએ પહેર્યા હતા જેમાં ભારતમાતા, મીરાંબાઈ, રાધા, દ્રૌપદી, રાજપૂતાણી વગેરે જેવા અલગ અલગ પાત્રોના પહેરવેશ દ્વારા વેશભૂષા સ્પર્ધામાં ભાગ લીધેલ હતો આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે વિજયભાઈ ફેફર અને દિવ્યાબેન કાસુન્દ્રાએ સેવા આપી હતી. અને મેઘપર (ઝા) પ્રાથમિક શાળાના શિક્ષિકા હેતલબેન સોલંકી દ્વારા "દીકરી વ્હાલનો દરિયો"એ વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું ત્યાર બાદ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ દીકરીઓને પ્રમાણપત્ર દિવ્યાબેન કાસુન્દ્રા તરફથી ગિફ્ટ અને ગીતાબેન સાંચલા તરફથી દાંડિયાની ભેટ આપવામાં આવી હતી અને પ્રથમ ત્રણ નંબર મેળવેલ દીકરીઓને કલ્પેશભાઈ ફેફર તરફથી સોનાનો દાણો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા પુસ્તક પરબ ટીમના ગીતાબેન સાંચલા, કલ્પેશભાઈ ફેફર, ધવલભાઈ ભીમાણી, પરેશભાઈ નમેરા, મહર્ષિભાઈ પંડ્યા, ધવલભાઈ દેસાઈ, પૂજાબેન મેંદપરા, ગાયત્રીબેન વરમોરા, હિરલબેન પનારા, ગીતાબેન સંતોકી, નિપાબેન મેંદપરા અને ઉત્તમભાઈએ જહેમત ઉઠાવી હતી.