મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીથી દ્વારકા જતાં સમયે અસ્કમાતમાં ઇજા પામેલા ચોથા પદયાત્રીનું મોત


SHARE













મોરબીથી દ્વારકા જતાં સમયે અસ્કમાતમાં ઇજા પામેલા ચોથા પદયાત્રીનું મોત

મોરબીથી દ્વારકા પગપાળા જતા રવાપર ગામે રહેતા પટેલ પરિવારના ચાર સભ્યોને જામનગરના મોટી ખાવડી પાસે અકસ્માત નડ્યો હતો અને ત્યાં કાર ચાલકે હડફેટે લેતા એક જ કુટુંબના ત્રણ સભ્યોના મોત નીપજયાં હતા અને એક વ્યક્તિને ઇજા થતાં સારવારમાં રાજકોટ લઈ ગયા હતા જો કે, સારવાર દરમ્યાન તે ચોથા પદયાત્રીનું પણ મોત નીપજયું છે

મોરબી નજીકના રવાપર ગામે રહેતા રમેશભાઈ ચતુરભાઈ ભાડજા, તેમના મામાના દીકરા પરેશભાઈ લિખિયા, કરશનભાઈ ભગવનજીભાઈ ભાડજા તેમજ રમેશભાઈના સાળા પ્રાણજીવનભાઈ રતિલાલ ઠોરિયા મોરબીથી તા ૧૨ ના રોજ રવાપરથી દ્વારકા જવા માટે રવાના થયા હતા અને પગપાળા જઇ રહેલા પદયાત્રિકો ખંભાળિયા હાઇવે ઉપર મોટી ખાવડી પાસે રીલાયન્સ ફેકટરીના મુખ્ય ગેઇટ પાસે પહોંચ્યા હતા ત્યારે જીજે ૨ ડીએમ ૫૯૧૮ નંબરની કારના ચાલકે તેને હડફેટે લીધા હતા અને આ  ચાર પૈકીનાં એક જ કુટુંબના ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા અને જેમાં રમેશભાઈ ચતુરભાઈ ભાડજા, પરેશભાઈ લિખિયા, કરશનભાઈ ભગવનજીભાઈ ભાડજાનો સમાવેશ થતો હતો અને આ આ ઘટનામાં ઇજા પામેલા પ્રાણજીવનભાઈ રતિલાલ ઠોરિયાને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે જેથી કરીને અકસ્માતના આ બનાવમાં કારની હડફેટે ચડેલા ચારેય પદયાત્રીઓના મોત નીપજયાં છે






Latest News