મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં શક્તિચોક-મંગલભુવન પાસે ચલણી નોટથી જુગાર રમતા છ જુગારી પકડાયા


SHARE













મોરબીમાં શક્તિચોક-મંગલભુવન પાસે ચલણી નોટથી જુગાર રમતા છ જુગારી પકડાયા

મોરબીમાં આવેલ શક્તિ ચોક પાસે અને મંગળ ભુવન નજીક જુદી જુદી બે જગ્યાએ જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી કુલ મળીને ૨,૬૦૦ નો મુદ્દામાલ કબજે કરી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે

જાણવા મળતી વિગત મુજબ મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ના ખૂણે આવેલ શક્તિ ચોક રીક્ષા સ્ટેન્ડ પાસે ચલણી નોટ આધારે જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર ચલણી નોટના આધારે જુગાર રમતા વિજયભાઈ હકાભાઇ બારૈયા જાતે કોળી (૨૬) રહે વેલનાથ પરા વાંકાનેર પ્રકાશભાઈ ભુજાભાઇ દેગામા જાતે કોળી (૩૮) રહે નવા પરા રામાપીરના મંદિર વાળી શેરી વાંકાનેર અને આશિષભાઈ જુમાભાઈ સુમરા જાતે સંધિ (૨૦) રહે શાંતિવન સ્કૂલ પાછળ વિજયનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૪૫૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ કરી હતી આવી જ રીતે મોરબીના મંગલ ભુવન ચોક પાસે આવેલ કબ્રસ્તાન નજીક ચલણી નોટ આધારે જુગાર રમતા હોવાની હકીકત આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે લાલજીભાઈ બાબુભાઈ સારદિયા જાતે કોળી રહે કુંભાર પરા ઢાળ વાંકાનેર, સલીમભાઈ હાજીભાઈ ખલીફા જાતે મુસ્લિમ રહા કુલીનગર વીસીપરા-૨ મોરબી અને મોદીસા નુરસા શેખ જાતે ફકીર રહે કુલી નગર-૧ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૧૧૫૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News