મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં માથે હેલમેટ પહેરીને પાર્સલ દેવા જતાં યુવાનનું ડમ્પર ચાલકે માથું કચડી નાખતા મોત


SHARE













મોરબીમાં માથે હેલમેટ પહેરીને પાર્સલ દેવા જતાં યુવાનનું ડમ્પર ચાલકે માથું કચડી નાખતા મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સોમનાથ પેટ્રોલ પંપ પાસેથી જમવાનું પાર્સલ દેવા માટે જઈ રહેલા યુવાનના બાઈકને ડમ્પર ચાલકે હડફટે લીધું હતું જેથી કરીને અકસ્માતો બનાવ બન્યો હતો અને યુવાને માથામાં હેલ્મેટ પહેરેલું હતું તેમ છતાં પણ તેના માથા ઉપર ડમ્પરનો વ્હીલ ફેરવી દઈ માથામાં ગંભીર ઇજા કરીને તે યુવાનનું મોત નીપજવ્યું હતું અને આરોપી પોતાનું ડમ્પર સ્થળ ઉપર છોડીને નાસી ગયો હોય હાલમાં ભોગ બનેલ યુવાનના કૌટુંબિક ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના રંગપર ગામ પાસે સોમનાથ હોટલના રૂમમાં રહેતા ભરતસિંહ સોહનસિંહ રાજપુરોહિત જાતે બ્રાહ્મણ (૩૨)એ ડમ્પર નંબર જીજે ૧૨ બીટી ૦૯૮૧ ની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સોમનાથ હોટલમાં તેની સાથે જ રહેતા તેના મામાના દીકરા ભાઈ પ્રવીણસિંહ જેઠુસિંહ રાજપુરોહિત (૩૦) નામનો યુવાન જમવાના પાર્સલ દેવા માટે થઈને બાઈક નંબર આરજે ૨૨ યુએસ ૩૯૪૭ લઈને સોમનાથ પેટ્રોલ પંપ સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતના બનાવમાં મૃતક યુવાને માથા ઉપર હેલ્મેટ પહેર્યું હતું તેમ છતાં પણ માથા ઉપરથી ડમ્પરનો વ્હીલ ફેરવી દેતા માથામાં ગંભીર ઇજા થવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયેલ હોય હાલમાં મૃતક યુવાનના કૌટુંબિક ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન. સગારકા ચલાવી રહ્યા છે






Latest News