મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક રોડ ક્રોસ કરતાં સમયે ટ્રકના વ્હીલ કમર ઉપર ફરી જતાં યુવાનનું મોત


SHARE













મોરબી નજીક રોડ ક્રોસ કરતાં સમયે ટ્રકના વ્હીલ કમર ઉપર ફરી જતાં યુવાનનું મોત

મોરબીના જૂના રફાળેશ્વર રોડ ઉપર આવેલ જાંબુડીયા ગામની સીમમાં પેપરમીલ પાસેથી યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટે લીધો હતો અને ટ્રકના તોતિંગ વ્હીલ તેના શરીર ઉપર કમરના ભાગે ફરી વળતા તે યુવાનનું મોત નિપજ્યું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જેથી હાલમાં મૃતક યુવાનના કાકા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામ પાસે આવેલ બોની પાર્કમાં સિલ્વર હાઈટ ફ્લેટ નં-૪૦૨ માં રહેતા મનીષભાઈ નથુભાઈ કાવર જાતે પટેલ (૩૮)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૧૨ એટી ૬૬૫૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર જાંબુડીયા ગામની સીમમાં આવેલ મિલેનિયમ પેપર મીલ પાસે આરસીસી રોડ ઉપરથી તેનો ભત્રીજો ખોડીદાસ વિનોદભાઈ કાવર (૨૧) નામનો યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો તે વખતે ટ્રક ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને યુવાનને હડફેટે લીધો હતો અને તે યુવાનના શરીર ઉપર કમરના ભાગેથી ટ્રકના વ્હીલ ફરી જતા તે યુવાને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાનના કાકા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે વધુમાં ફરિયાદ પાસેથી મળી રહેલ માહિતી મુજબ તેનો ભત્રીજો ઘરેથી ક્રિકેટ રમાવ જવાનું કહીને નીકળ્યો હતો અને ત્યાર બાદ તેનું મિલેનિયમ પેપર મીલ પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા મોત નીપજયું હતું






Latest News