આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

હળવદ નજીક નોનવેજની પાર્ટી પછી મિત્રની હત્યા કરનારા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE













હળવદ નજીક નોનવેજની પાર્ટી પછી મિત્રની હત્યા કરનારા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

હળવદના કોયબા ગામ તરફ જવાના રસ્તે નર્મદાની કેનાલ પાસેથી હત્યા કરેલી હાલતમાં યુવાનની લાશ મળી હતી જે બનાવમાં મૃતક યુવાનના ભાઈએ નોંધવાલે ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

હળવદમાં જીઆઇડીસીની પાછળના ભાગમાં રહેતા અને મજૂરી કામ કરતા અશોકભાઈ દેવશીભાઇ શિરોયા જાતે કોળી (૨૩)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુભાઈ ગેલાભાઈ ભરવાડ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેનો ભાઈ અજિત ઉર્ફે અજીયો દેવશીભાઈ શિરોયા જાતે કોળી (૨૫) ઘરેથી ટ્રકમાં જવાનું કહીને નીકળ્યો હતો અને ત્યારબાદ તેનો તા. ૧૯ ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં કોયબા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ નર્મદા કેનાલના નાલા પાસેથી કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને તેમાં ફરિયાદીના ભાઈને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી જીવલેણ ઘા ઝીકિને તેની હત્યા કરીને તેની લાશને પાણીના વોકડામાં નાખી દેવામાં આવી હોવાનું સામે આવ્યું હતું આ બનાવમાં પોલીસે હાલમાં આરોપી હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુભાઈ ગેલાભાઈ ભરવાડ રહે. કોયબા રોડ કીશાન વેર હાઉસ બોર્ડની સામે હળવદ વાળાની  ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે






Latest News