ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના અધિકારી-પદાધિકારીની બેદરકારીથી લોકો ત્રાહિમામ: રમેશભાઈ રબારી


SHARE











મોરબી પાલિકાના અધિકારી-પદાધિકારીની બેદરકારીથી લોકો ત્રાહિમામ: રમેશભાઈ રબારી

મોરબીમાં ભાજપ શાસિત નગરપાલીકાની બેદરકારીને કારણે શહેરમાં ઠેર ઠેર ગંદકી વધી રહી છે અને ગંદકીની સાથોસાથ મચ્છરજન્ય રોગચાળો જેમાં મેલેરીયા, ડેન્ગ્યુ, તાવના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ભાજપ શાસિત મોરબી પાલીકામાં ભ્રષ્ટાચારનો ભોરીંગ બેફામ બન્યો છે

ભાજપ અને ભ્રષ્ટાચાર એક મેકના પર્યાય છે મોરબી પાલીકામાં ભાજપનું શાસન છે અને ભાજપ સંપુર્ણ બહુમતિ સાથે સતારૂઢ થયેલ છે ત્યારે આજે મોરબી ભયાનક કચરાનગરમાં ફેરફાઈ ગયુ છે શહેરનાં દરેક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજય, શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો, વરસાદી પાણીનાં મસમોટા ખાબોચીયા અને ઉબડખાબડ બનેલ રસ્તાઓની પીડાથી લોકો ત્રાહિમામ છે ત્યારે સુધરાઈના અધિકારી, પદાધિકારી કે કલેકટર કેમ તે બાબતે ધ્યાન આપતા નથી તે સૌથી મોટો સવાલ છે

મોરબીના લોકો મોટા ટેક્ષ પાલિકાને આપે છે તો પણ પાયાની સુવિધા લોકોને આપવામાં આવતી નથી માર્કેટ પાછળની ગંદકી, નવા બસ સ્ટેન્ડ સામે ભાજપ કાર્યાલયની સામે આવેલ સુપર માર્કેટ જેવા વાણીજય સંકુલના ગ્રાઉન્ડમાં ઉભરાતી ગટર આવી જ રીતે સાવસર પ્લોટમાં ગટર ઉભરાવાનો પ્રશ્ન, ગલીગલીએ ઉભરાતી ગટરો અને રખડતા પશુઓ, ઉકરડા, ઉબડ ખાબડ રસ્તા અને ધુળની ઉડતી ડમરીઓ હવે મોરબીની ઓળખ બની ગયેલ છે ત્યારે પાલિકાના અધિકારી અને પદાધિકારીએ આ મુદે ગંભીરતાથી વિચારવું જોઈએ અને નકકર કાર્યવાહી કરી માનવ સર્જિત મુશ્કેલીનું નિરાકરણ કરવું જોઈએ






Latest News