માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે થયેલ સગીરની હત્યાના ગુનામાં વધુ ચાર આરોપીની ધરપકડ


SHARE











મોરબીના શનાળા ગામે થયેલ સગીરની હત્યાના ગુનામાં વધુ ચાર આરોપીની ધરપકડ

મોરબી નજીકના શકત શનાળા ગામે ધોકા-પાઇપથી એક જ પરિવારના ચાર લોકોની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઇજા પામેલા સગીરનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો જો કે, પોલીસે અગાઉ ફરિયાદમાં નોંધાયેલા તમામ નવ આરોપીઓને પકડીને જેલ હવાલે કર્યા હતા જો કે, ભોગ બનેલ પરિવાર દ્વારા અન્ય લોકો પણ સંડોવાયેલા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જેથી પોલીસે એ દિશામાં વધુ તપાસ ચલાવીને હાલમાં એક મહિલા સહિત વધુ ચાર શખ્સોની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના શનાળા ગામે આવેલા ઇન્દિરાવાસ વિસ્તારમાં અગાઉ થયેલી મારામારીના બનાવનો ખાર રાખીને તેમજ ઘર પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનો રોષ રાખીને ઇકો કારમાં ધોકા-પાઇપ સાથે આવેલા નવ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવલે હતો જે અંગે બાબુભાઈ આંબાભાઈ સોલંકી (ઉમર ૬૬) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાધેલા સહિત કુલ મળીને નવ શખ્સોની સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે રાયોટીંગ અને કાવતરું રચવું સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને જે તે સમયે નવેય આરોપીઓને પકડીને જેલ હવાલે કરેલ હતા જો કે, ત્યાર બાદ આ ઘટનામાં ઇજા પામેલ રાહુલ મહેશ સોલંકી (ઉમર ૧૭) નું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી કરીને મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો જેથી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો.ભોગ બનેલ પરિવાર દ્વારા અન્ય લોકો પણ હુમલામાં સંડોવાયેલા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.જેના આધારે તપાસ ચલાવીને હાલમાં મર્ડરના આ ગુનામાં આરોપી તરીકે અજીતભાઇ ગોવિદભાઈ પ્રિયદર્શની (સોલંકી) (ઉમર ૩૮), મયુર પ્રેમજીભાઈ વાઘેલા (ઉંમર ૧૯), પ્રકાશ મનસુખભાઈ વાઘેલા (ઉંમર ૧૯) અને સોમીબેન મનસુખભાઈ વાઘેલા (ઉમર ૪૫) રહે.ઇન્દીરાવાસ શકત શનાળા તા.જી.મોરબી વાળાઓની ધરપકડ કરેલ છે.




Latest News