આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના બાળ કલાકાર મુંબઈમાં પ્રતિષ્ઠિત સંસ્થામાં પોતાની કલાના ઓજસ પાથરશે


SHARE













મોરબીના બાળ કલાકાર મુંબઈમાં પ્રતિષ્ઠિત સંસ્થામાં પોતાની કલાના ઓજસ પાથરશે

કલા અને સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે સુવિખ્યાત જન્મભૂમિ ગૃપ અને જેવાયએફ ના સંયુકત ઉપક્રમે પ્રતિવર્ષ યોજાતા તાનારીરી મહોત્સવનો ફાઈનલ આગામી ૭ મી ડીસેમ્બરે ભારતીય વિધા ભવન મુંબઈ ખાતે યોજાશે.જેમાં સેમી ફાઈનલમાં વિજેતા બનીને અનેરી આશિષભાઈ ત્રિવેદી ફાઈનલ માટે પસંદગી પામેલ છે અને ગુજરાતી સુગમ સંગીતના મહારથી આશિત દેસાઈ, હેમા દેસાઇ, સ્નેહલ મજમુદાર અને રેખાબેન ત્રિવેદી જેવા નિર્ણાયકો તથા શોભિત દેસાઈ, હિતેન આનંદપરા સહિતના સિધ્ધહસ્ત કલાકારો સહિતના અનેક મહાનુભાવોની હાજરીમાં સુગમ સંગીતની પ્રસ્તુતિ કરશે.બાળપણથી જ તેજસ્વી અનેરી માત્ર ૧૧ વર્ષની ઉંમરે બાળપ્રતિભા તથા કલા મહાકુંભ સહિતની અનેક સ્પર્ધાઓમાં અગાઉ પણ વિજેતા બની પોતાના પરિવાર અને સમગ્ર મોરબીને ગૌરવ અપાવતી રહી છે. અનેરી ફાઈનલમાં પણ વિજેતા બની સુવિખ્યાત જન્મભૂમિ ટ્રોફી મોરબી જીતી લાવે તે માટે તેને ચોમેરથી શુભકામનાઓ પ્રાપ્ત થઈ રહી છે.






Latest News