આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે એસિડ પી જતા યુવતીને રાજકોટ ખસેડાઇ


SHARE













મોરબીના રફાળેશ્વર ગામે એસિડ પી જતા યુવતીને રાજકોટ ખસેડાઇ

મોરબીના રફાળેશ્વર ગામે રહેતી યુવતી કોઈ અગમ્ય કારણોસર એસિડ પી ગઈ હતી જેથી તેને મોરબી ખાતે સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે સોનલ સોસાયટીમાં રહેતી હર્ષિતાબેન વિનોદભાઈ રાઠોડ નામની ૧૮ વર્ષીય યુવતીને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવી હતી.તેમ તાલુકા પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે હર્ષિદાબેન રાઠોડ તા.૨૭-૧૧ ના બપોરના ત્રણેક વાગ્યે કોઈ અજાણ્યુ પ્રવાહી પી જતા સારવાર માટે અહિંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા બાદમાં તેઓને વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું અને તેણીએ એસિડ પી લીધું હોવાનું સામે આવ્યું હતું.હાલ હોસ્પિટલ ખાતેથી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવેલી હોવાથી હાલ તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા આ બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતી આશાબેન અશ્વિનભાઈ ખાખરીયા નામની મહિલા તેના ઘરે ફીનાઇલ પી ગયા હતા.જેથી કરીને સારવાર માટે તેઓને મોરબીની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.અહીં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને આ બનાવ સંદર્ભે આગળની તપાસ માટે ટંકારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

બાળકી સારવારમાં

મોરબીના ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારની રવિનાબેન ખુમાનભાઈ માવી જાતે આદિવાસી નામની 18 વર્ષીય બાળકીને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી આ બાબતે પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે દવાનો છંટકાવ કરેલા ચણા ખાઈ જવાથી ઝેરી અસર થઈ હતી તેથી રવિનાબેન માવી નામની બાળકીને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરી આ સંદર્ભે આગળની તપાસ માટે ટંકારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

બાઈક સ્લીપ થતા ઇજા

મોરબીના ઘુંટુ રોડ ઉપર જીઓ બાઇક કંપની ખાતે કામકાજ કરતા અને ત્યાં રહેતા રૂપેશકુમાર રામપૂજનભાઈ મહંતો નામનો ૩૮ વર્ષીય યુવાન તા.૨૭ ના સવારે દશેક વાગ્યાના અરસામાં બાઇક લઈને મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલા લાલપર ગામેથી જતો હતો.ત્યારે ત્યાં આવેલ સોનેટ સીરામીક નજીક તેનું બાઈક અકસ્માતે ત્યાં સ્લીપ થઈ ગયું હતું અને તેમાં તેને ઇજાઓ થતા સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાયેલ હોવાથી તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News