મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબી-માળીયામાં જુગારની બે રેડ: આઠ જુગારી ૨૫,૦૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE













મોરબી-માળીયામાં જુગારની બે રેડ: આઠ જુગારી ૨૫,૦૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબીમાં વાવડી રોડ પાસે મહેન્દ્રપરાના નાકા નજીક અને માળીયા મિયાણામાં ઈદગાહ નજીક જુગારની જુદીજુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા કુલ મળીને આઠ જુગારીઓ મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૫૦૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુના નોંધી રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર મહેન્દ્રપરા નાકા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે રફીકભાઈ આરીફભાઇ ઠાસરીયા (૩૨), રમેશભાઈ શ્યામલાલ ગૌતમ (૩૫), મુસ્તાકભાઈ અબ્દુલભાઈ સેવંગીયા (૪૩) અને અગ્યારામ મીઠાઈલાલ ચૌહાણ (૨૮) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૨,૬૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી તો માળીયા તાલુકા પોલીસ દ્વારા માળિયામાં આવેલ ઇદગાજ પાસે જેડાના વાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોય ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુસબભાઈ દાદાભાઈ કટીયા (૫૨), અબ્દુલભાઈ નુરમહંમદભાઈ ભટ્ટી (૫૬), જાનમદભાઈ હબીબભાઈ જેડા (૬૦) અને આમીનભાઈ જાનમમદભાઈ જેડા (૩૨) રહે. બધા માળીયા મીયાણા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૨,૪૦૦ ની રોકડ કબજે કરી માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

એક બોટલ દારૂ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીક ભડિયાદ રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૦૦ ની કિંમતની દારૂની નાની બોટલ કબજે કરી મૂળજીભાઈ ઉર્ફે મનુભાઈ લખમણભાઇ સાગઠીયા જાતે અનુ. જાતિ (૫૬) રહે. હરિઓમ પાર્ક સોસાયટી ભડિયાદ રોડ મોરબી વાળાની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News