વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીમાં કોવિડની સારવાર લેનારા દર્દીને વ્યાજ સાથે ૧.૬૫ લાખનો વીમો ચૂકવવા ગ્રાહક તકરાર કોર્ટનો આદેશ


SHARE











મોરબીમાં કોવિડની સારવાર લેનારા દર્દીને વ્યાજ સાથે ૧.૬૫ લાખનો વીમો ચૂકવવા ગ્રાહક તકરાર કોર્ટનો આદેશ

મોરબીના વતની જયદિપસિંહ બનેસિંહ જાડેજાએ કોરાનાના સમયમાં મેડીકલ કલેમ જે કોવિડને કવચ આપતી પોલીસી ઓરીએન્ટલ વિમા કંપનીમાંથી લીધેલી હતી અને વિમા કંપનીએ કલ્મ નામંજુર કરતા તેઓએ મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેશ દાખલ કરતા અદાલતે ઓરીએન્ટ વિમા કંપનીને ૧,૬૫,૬૦૭ રૂપિયા તારીખ ૧૧-૦૧-૨૦૨૨ થી ૭ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.

મોરબીના વતની અને દવાના અગ્રણી વેપારી જયદિપસિંહ બનેસિંહએ મેડીકલ વિમો જે કોવિડનો કવચ ઘરબની પોલીસી ઓરીએન્ટ વિમા કંપની માંથી લીધેલ તેઓ કોરોના પોઝીટીવ આવતા મોરબી મુકામે સારવાર લીધેલી હતી ત્યારબાદ તા ૪-૪-૨૦૨૧ થી ૯-૪-૨૦૨૧ સુધી ક્રિષ્ના કોવિડ હોસ્પિટલ રાજકોટમાં સારવાર લીધેલ હતી અને તેનો ખર્ચ ૧,૫૮,૬૦૭ રૂપિયા આવેલ હતો આ તમામ દસ્તાવેજીક પુરાવા સાથે વિમા કંપનીને પુરા પાડેલ હતા છતા એરીએન્ટ વિમા કંપનીએ આ કલેમ રીજેકટ કરેલ અને કારણ એવું બતાવ્યુ હતું કે “આ હોસ્પિટલ કે જે ઇન પેરન્ટ કેર અને ડે કેર ટ્રીટમેન્ટ આપેલી છે તે હોસ્પિટલની લીગલ ઓથોરેટી દ્રારા રજીસ્ટર્ડ થયેલી હોવી જોઇએ તે નથી અને તેમાં કવોલીફાઇડ ર્નસીંગ સ્ટાફ તથા રાઉન્ડ ધ કલોક કર્મચારી હોવા જોઇએ તે નથી અને સરકાર દ્રારા કોવીડની સારવાર માટે માન્યતા પ્રાપ્ત હોસ્પિટલ હોવી જોઈએ તે નથી આવા કારણોસર વિમો રીજેકટ કરેલ હતો અને જેથી દર્દીએ ન્યાય માટે મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેશ દાખલ કરેલ હતો અને અદાલતે વિમાના કોઈપણ કારણો માન્ય રાખેલ નથી અને મેડીકલ કલેમ કોરોના કવચ સાથે લીધેલ છે અને પ્રમીયમ ભરેલ છે માટે વિમા કંપનીએ ર્દદીને તા. ૧૧/૦૧/ ૨૦૨૨ થી ૭ ટકા ના વ્યાજ સાથે અને પાંચ હજાર માનસિક ત્રાસના અને ૨૦૦૦ અન્ય ખર્ચના એમ મળી કુલ ૧,૬૫,૬૦૭ ચુકવવાનો આદેશ કરેલ છે તેવું મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા અને મંત્રી રામભાઈ મહેતાએ જણાવ્યુ છે 




Latest News