મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અગાસીના પગથિયાં ચડતી વખતે ઠેસ વાગતા પડી જવાથી ઇજા પામેલા આધેડનું મોત


SHARE









વાંકાનેરમાં અગાસીના પગથિયાં ચડતી વખતે ઠેસ વાગતા પડી જવાથી ઇજા પામેલા આધેડનું મોત

વાંકાનેરના દિવાનપરા રણજીતપરા વિસ્તારમાં ભારત ઓઇલ મીલની પાછળના ભાગમાં રહેતા આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે અગાસીના પગથિયાં ચડતી વખતે ઠેસ વાગતા તેઓ પડી ગયા હતા અને તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને વાંકાનેરમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના દિવાનપરા રણજીતપરા વિસ્તારમાં ભારત ઓઇલ મીલની પાછળના ભાગમાં રહેતા ભરતભાઈ નરસીભાઈ સોલંકી જાતે કોળી (૫૦) નામના આધેડ પોતાના ઘરે અગાસીમાં પગથીયા ચડતી વખતે પગે ઠેસ વાગતા પડી ગયા હતા જેથી કરીને તેઓને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેઓને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના પરિવારજન નીતિનભાઈ અરવિંદભાઈ સોલંકી રહે. દિવાનપરા રણજીતપરા ભારત ઓઇલ મીલની પાછળ વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મહિલાનું મોત

અમદાવાદમાં ઇન્ડિયા બુલ્સ સેન્ટમ સરસપુર ખાતે રહેતા હિરલબેન ભરતભાઈ ડાભી જાતે રજપૂત (૩૯) નામની મહિલા વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં શંકર ભગવાનના મંદિર પાસે હતી ત્યારે તેને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તે મહિલાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા સારવાર દરમિયાન ત્યાં ફરજ પરના હાજર ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી જેથી આ બનાવની મોરબીની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના વાલજીભાઈ રામજીભાઈ પરમાર ચલાવી રહ્યા છે






Latest News