આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં કોવિડની સારવાર લેનારા દર્દીને વ્યાજ સાથે ૧.૬૫ લાખનો વીમો ચૂકવવા ગ્રાહક તકરાર કોર્ટનો આદેશ


SHARE













મોરબીમાં કોવિડની સારવાર લેનારા દર્દીને વ્યાજ સાથે ૧.૬૫ લાખનો વીમો ચૂકવવા ગ્રાહક તકરાર કોર્ટનો આદેશ

મોરબીના વતની જયદિપસિંહ બનેસિંહ જાડેજાએ કોરાનાના સમયમાં મેડીકલ કલેમ જે કોવિડને કવચ આપતી પોલીસી ઓરીએન્ટલ વિમા કંપનીમાંથી લીધેલી હતી અને વિમા કંપનીએ કલ્મ નામંજુર કરતા તેઓએ મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેશ દાખલ કરતા અદાલતે ઓરીએન્ટ વિમા કંપનીને ૧,૬૫,૬૦૭ રૂપિયા તારીખ ૧૧-૦૧-૨૦૨૨ થી ૭ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.

મોરબીના વતની અને દવાના અગ્રણી વેપારી જયદિપસિંહ બનેસિંહએ મેડીકલ વિમો જે કોવિડનો કવચ ઘરબની પોલીસી ઓરીએન્ટ વિમા કંપની માંથી લીધેલ તેઓ કોરોના પોઝીટીવ આવતા મોરબી મુકામે સારવાર લીધેલી હતી ત્યારબાદ તા ૪-૪-૨૦૨૧ થી ૯-૪-૨૦૨૧ સુધી ક્રિષ્ના કોવિડ હોસ્પિટલ રાજકોટમાં સારવાર લીધેલ હતી અને તેનો ખર્ચ ૧,૫૮,૬૦૭ રૂપિયા આવેલ હતો આ તમામ દસ્તાવેજીક પુરાવા સાથે વિમા કંપનીને પુરા પાડેલ હતા છતા એરીએન્ટ વિમા કંપનીએ આ કલેમ રીજેકટ કરેલ અને કારણ એવું બતાવ્યુ હતું કે આ હોસ્પિટલ કે જે ઇન પેરન્ટ કેર અને ડે કેર ટ્રીટમેન્ટ આપેલી છે તે હોસ્પિટલની લીગલ ઓથોરેટી દ્રારા રજીસ્ટર્ડ થયેલી હોવી જોઇએ તે નથી અને તેમાં કવોલીફાઇડ ર્નસીંગ સ્ટાફ તથા રાઉન્ડ ધ કલોક કર્મચારી હોવા જોઇએ તે નથી અને સરકાર દ્રારા કોવીડની સારવાર માટે માન્યતા પ્રાપ્ત હોસ્પિટલ હોવી જોઈએ તે નથી આવા કારણોસર વિમો રીજેકટ કરેલ હતો અને જેથી દર્દીએ ન્યાય માટે મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેશ દાખલ કરેલ હતો અને અદાલતે વિમાના કોઈપણ કારણો માન્ય રાખેલ નથી અને મેડીકલ કલેમ કોરોના કવચ સાથે લીધેલ છે અને પ્રમીયમ ભરેલ છે માટે વિમા કંપનીએ ર્દદીને તા. ૧૧/૦૧/ ૨૦૨૨ થી ૭ ટકા ના વ્યાજ સાથે અને પાંચ હજાર માનસિક ત્રાસના અને ૨૦૦૦ અન્ય ખર્ચના એમ મળી કુલ ૧,૬૫,૬૦૭ ચુકવવાનો આદેશ કરેલ છે તેવું મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા અને મંત્રી રામભાઈ મહેતાએ જણાવ્યુ છે 






Latest News