વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીમાં કાર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત


SHARE











મોરબીમાં કાર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત

મોરબીના કંડલા બાયપાસ ઉપર નેક્ષસ સિનેમા સામે અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લીધું હતુ જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવ્યો હતો જો કે, સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના કંડલા બાયપાસ ઉપર નવલખી ફાટકથી આગળ ઓવરબ્રિજના છેડે નેક્ષસ સિનેમા સામે બાઈકને અજાણી કારના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઇજા પામેલા યુવાનને મોરબી ખાતે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાના મોરબીના વાવડી રોડ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા માસુમ અશોકભાઈ કારીયા (ઉમર ૧૮) નામના યુવાનનું મોત નીપજયું છે.જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે આ બનાવની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે નેક્ષસ સિનેમા પાસે ઓવરબ્રિજ ઉતરતો હોય અને ત્યાં તે સમયગાળા દરમિયાન આ અકસ્માત સિવાય પણ ત્રણથી ચાર જેટલા અકસ્માતો બન્યા હતા.તેમજ થોડા સમય પહેલા આ જ જગ્યા નજીક એક વૃદ્ધ સિંધી દંપતી બાઈકમાં જતું હતું અને ત્યાં અકસ્માત થતા એકનું મોત થયુ હતુ માટે અહીં હાઇવે ઓથોરિટી દ્વારા જો કોઈ ટેકનીકલ ખામી હોય તો તે નિવારવાની દિશામાં પણ ધ્યાન આપવું જરૂરી બનેલ છે.

લુંટના ઇરાદે માર મારતા સારવારમા

મોરબીના લાલપર ગામ પાસે રહેતા કરણ માલવીયા નામના યુવાનને અજાણ્યા શખ્સો દ્વારા લૂંટના ઇરાદે માર મારવામાં આવ્યો હોય તેને ઇજાગ્રસ્ત હાલતમાં શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

 
પતિએ માર મારતા સારવારમાં
મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલ ત્રીલોકધામ સોસાયટી વિસ્તારમાં રહેતા પૂજાબેન રામુભાઈ રેકબાર નામની ૩૪ વર્ષીય મહિલાને તા.૨૮ ના સાંજના ચારેક વાગ્યાના અરસામાં તેણીના ઘરે તેના પતિ દ્વારા ઝઘડો કર્યા બાદ માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલ મહિલા પુજાબેનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જે.પી. પટેલ દ્વારા બનાવની નોંધ કરીને મારામારીના કારણે સંદર્ભે આગળની તપાસ કરવામાં આવી હતી.



Latest News