મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે સર્વિસ રોડ ઉપર થયેલ વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE













મોરબીના રફાળેશ્વર પાસે સર્વિસ રોડ ઉપર થયેલ વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામ પાસે સર્વિસ રોડ ઉપર વાહન અકસ્માત સર્જાયો હતો જેમાં ઘવાયેલા સજનપર ગામના રબારી યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામ પાસે આવેલ દરિયાલાલ હોટલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં સર્વિસ રોડ ઉપર સર્જાયેલા વાહન અકસ્માતના બનાવની અંદર ટંકારા તાલુકાના સજનપર ગામના રહેવાસી હમીરભાઇ પરબતભાઈ રબારી નામના ૨૧ વર્ષના યુવાનને ઇજાઓ થતા તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં થયેલી જાણ ના પગલે હાલ તાલુકા પોલીસ મેથકના એમ.જે. કહાંગરા દ્વારા આ અકસ્માત બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે રાધે હોટલના પાછળના ભાગે રહેતા પારૂલબેન લલીતભાઈ સાવરીયા નામની ૨૮ વર્ષીય મહિલા કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગયા હતા.જેથી તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના કાલિકા કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અનવર હુસેનભાઇ માજોઠી નામના ૪૦ વર્ષના યુવાનને મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાવળીયા પીર દરગાહ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જે અંગે જાણ થતાં એ ડીવીઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરાય છે.






Latest News