મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી
Breaking news
Morbi Today

મોરબીમાં પગાર મુદ્દે યુવાનને માર મારવાની ઘટનામાં કડક સજાની એબીવીપીની માંગ


SHARE













મોરબીમાં પગાર મુદ્દે યુવાનને માર મારવાની ઘટનામાં કડક સજાની એબીવીપીની માંગ

 મોરબી શહેરમાં યુવતીએ પોતાની ઓફિસમાં માર્કેટિંગ માટે કામે રાખેલા યુવાનને ૧૬ દિવસનો પગાર ન ચૂકવતા આ યુવાને પોતે કરેલ કામનું વળતર માંગતા તે આપવાને યુવતી અને તેના ભાઈ સહિતઓએ માર માર્યો હતો જેની ફરિયાદ નોંધાઈ છે અને અનુસૂચિત જાતિ સમાજના યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરીને પગરખું યુવાનના મોઢામાં લેવડાવ્યું હતું જે ગુનામાં પકડાયેલા આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી છે

મોરબી એબીવીપી દ્વારા યુવાનને માર મારવાની ઘટનાને વખોડી કાઢવામાં આવેલ છે અને સમાજજીવન માટે કલંકિત ઘટના છે. ત્યારે તેમાં સંડોવાયેલ ગુનેગારોએ અમાનવીય કૃત્ય કરી ભારતીય બંધારણનું ઉલ્લંઘન કરેલ છે અને હ્યુમન રાઈટ્સના નિયમોની અવગણના કરેલ છે. મનસ્વી વર્તન કાયદાની અવગણના માટે અને સમાજમાં આવી ઘટના ફરી વાર ન બને તે માટે આ ઘટનામાં સંડોવાયેલ ગુનેગારોને કડક માં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે






Latest News