આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ફળદ્રુપ જમીનનો નાશ કરીને બની રહેલા નવો નેશનલ હાઇવે કોઈ પણ ભોગે મંજૂર નથી: ખેડૂતો


SHARE













મોરબી જીલ્લામાં ફળદ્રુપ જમીનનો નાશ કરીને બની રહેલા નવો નેશનલ હાઇવે કોઈ પણ ભોગે મંજૂર નથી: ખેડૂતો

મોરબી અને માળીયા તાલુકાના ગામમાંથી નવો નેશનલ હાઇવે રોડ નીકળી રહ્યો છે ત્યારે આ ગામના ખેડૂતોએ અગાઉ આ હાઈવેનો વિરોધ કરેલ હતી દરમ્યાના હાલમાં મોરબીના લૂંટાવદર ગામના જે ખેડૂતોની જમીન કપાતમાં જાય છે તે ખેડૂતોને નોટિસ આપીને મોરબીમાં પ્રાંત અધિકારીની કચેરીએ બોલાવવામાં આવ્યા હતા જો કે, તા ૨૮ ના રોજ નોટિસ આપીને બીજા જ દિવસે એટ્લે કે ૨૯ તારીખે ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા જેથી ખેડૂતોમાં રોષની લાગણી હતી અને સૌથી મોટી વાત એ છે કે વનાળીયા, ખાખરાળા અને અમરેલી સહિતના ખેડૂતોને વગર નોટીસે ત્યાં બોલાવવામાં આવ્યા હતા.

મોરબી-પીપળીયા-નવલખી રાષ્ટ્રીય રાજમાર્ગ નવો પ્રોજેકટને ચારમાર્ગીય કરવાના કામમા તાલુકાના ગામોને જમીન સંપાદન કરવા માટે નેશનલ હાઈવે અધિનયમ-૧૯૫૬ કલમ ૩ (એ)  હેઠળનું જાહેરનામું તા. ૩૧/૫/૨૦૨૩ ના રોજ પ્રસિદ્ધ થયું હતું. જેથી લૂંટાવદર ગામના ખેડૂતોએ સામુહિક વિરોધ કરીને જે તે સમયે પ્રાંત અધિકારીને તા. ૫/૫/૨૦૨૩ ના રોજ રજુઆત કરી હતી અને જણાવ્યુ હતું કે, નવલખી હાઇવે ટુ લેનનો છે અને સરકારે ફોરલેન મંજુર કર્યો છે ત્યારે નવા કોઈ હાઈવેની જરૂર નથી. અને જો નવો હાઇવે કાઢવામાં આવે તો ખેડૂતોની ૨૬.૮૯ હેકટર જેટલી ઉપજાવ જમીન કપાતમાં જાય તેમ છે જેથી કરીને આ નવા હાઇવેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને આ નવા નેશનલ હાઇવે માટે જે જમીન કપાત કરવામાં આવે તેની સામે ક્યાં ખેડૂતને કેટલું વળતર આપવામાં આવશે તે સહિતની કોઈ બાબતોની હજુ સુધીમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી જેથી આ બાબતે પહેલા સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ છે

હાલમાં લૂંટાવદર ગામના ખેડૂતોને તા ૨૮ ના રોજ નોટીસ આપવામાં આવી હતી અને તેઓને તા ૨૯ ના રોજ મોરબી પ્રાંત અધિકારી સમક્ષ બોલાવવામાં આવ્યા હતા જો કે, ખાખરાળા, અમરેલી, વનાળિયા ગામના ખેડૂતોને નોટિસ મળેલ નથી તો પણ તેને બોલાવવામાં આવ્યા હતા. ત્યારે ચાર ગામના ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હાલમાં રવિ પાકની સિઝનમાં ખેડૂતો જીરું, ઘંઉ, ચણા જેવા પાકોના વાવેતરના કામોમાં લાગેલા છે ત્યારે એક દિવસમા તાબડતોબ નોટિસ આપીને ખેડૂતોને બોલાવવામાં આવે તે યોગ્ય નથી અને હાલમાં ટુ લેન રોડ છે જ ત્યા જો ફોરલેન રોડ બનાવવામાં આવશે તો ખેડૂતોની ઘણી જમીન બચી શકે તેમ છે અને ૧૩ ગામોના ખેડૂતોને કોઈ પણ શરતે નવો રોડ મંજુર નથી તેવું અધિકારીને જણાવ્યુ છે

મોરબી તાલુકાનાં લુંટાવદર ગામના ખેડૂત નિતેશભાઈ બાવરવાએ જણાવ્યું હતું કે, ભારતમાળા પ્રોજકટ હેઠળ મોરબીથી નવલખી નેશનલ હાઇવે ૧૫૧ નવો ફોરલેન હાઈવે ૧૩ ગામોના નાના ખેડૂતોની ફળદ્રુપ ઉપજાવ જમીનને નુકસાન કરશે. હાલમાં નવલખી સુધીનો ટુ લેન રોડ છે અને બાજુમાં જ કંડલા હાઇવે પણ નીકળે છે ત્યારે નવો હાઈવે બનાવીને ખેડૂતોને કશો લાભ થવાનો નથી અને તેઓની ફળદ્રુપ જમીનનો નાશ થાય છે તેમજ મચ્છુ-૨ સિંચાઈ યોજનામા પણ અવરોધ થશે તેમજ વરસાદના પાણીના નિકાલમા પણ અવરોધ થશે અને પર્યાવરણ ને પણ નુકસાન થશે જેથી ખેડૂતો નવા હાઈવેનો વિરોધ કરી રહયા છે અને નવો જે હાઇવે બનાવવા માટેની ગતિવિધિ કરવામાં આવી રહી છે તેને રદ કરવામાં આવે તેવી માંગ કરી છે અને સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાને રાખીને નિર્ણય કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરેલ છે






Latest News