વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીમાં રોડ ઉપર પાણી ઢોળવા બાબતે મહિલાને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE











મોરબીમાં રોડ ઉપર પાણી ઢોળવા બાબતે મહિલાને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના વીસીપરામાં આવેલ અમરેલી રોડ ઉપર અંબાજી ટાઉનશીપ પાસે આરસીસી રોડ ઉપર પાણી ઢોળવો બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારે મહિલાને ગાળો આપીને છૂટા પથ્થરના ઘા કરીને માર મારવામાં આવ્યો હતો તેમજ મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે મહિલાઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારની અંદર અમરેલી રોડ ઉપર અંબાજી ટાઉનશીપ સી-૪ માં રહેતા વર્ષાબેન દલપતભાઈ મકવાણા જાતે અનુ. જાતિ (૨૮)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિલાસબેન પાર્થભાઈ સોની અને મુન્નીબેન બાબુભાઈ રાજપુત રહે. બંને અંબાજી ટાઉનશિપ અમરેલી રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓ તેની પાડોશમાં રહે છે અને પોતાના ઘરની બહાર શેરીમાં આરસીસી રોડ ઉપર પાણી ઢોળતા ફરીયાદી મહિલાએ પાણી ઢોળવાની ના પાડી હતી જેથી કરીને આરોપીઓએ તેને ગાળો આપી હતી અને વિલાસબેને છૂટા પથ્થરનો ઘા કરી ફરિયાદી મહિલાને ડાબા હાથમાં ઇજા કરી હતી તેમજ ફરિયાદને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા સારવાર લીધા બાદ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે મહિલાઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News