મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી
Breaking news
Morbi Today

મોરબીમાં પેવર બ્લોકના કોન્ટ્રાક્ટ બાબતે યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા લાકડી વડે હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી


SHARE













મોરબીમાં પેવર બ્લોકના કોન્ટ્રાક્ટ બાબતે યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા લાકડી વડે હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ મહેન્દ્રનગર ગામના  ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા અને મૂળ ગાળા ગામના વતની યુવાન ઉપર ચાર ઇસમોએ લાકડી વડે હુમલો કર્યો હતો.પેવર બ્લોકના કોન્ટ્રાક્ટ બાબતે જૂની અદાવતમાં માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હોવા અંગેની ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા હાલ તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ કરવામાં આવી રહેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલા ભડીયાદ ગામેથી જોધપર નદી જવાના રસ્તે આવેલા બેઠા નાલા પાસેથી ભરતભાઇ ચકુભાઈ જીતીયા (ઉમર ૩૭) ધંધો મજૂરીકામ રહે.ઇન્દિરાનગર માળિયા ફાટક પાસે સામાકાંઠે મોરબી-૨ મૂળ રહે.ગાળા તા.જી.મોરબી વાળો પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને ત્યાં અટકાવીને દિપક પારઘી તથા તેની સાથે આવેલા ત્રણ અજાણ્યા ઇસમોએ અટકાવીને ઝઘડો કર્યો હતો અને પેવર બ્લોકના કોન્ટ્રાક્ટ રાખવા બાબતના જુના ઝઘડામાં બોલાચાલી કર્યા બાદ ગાળો આપવામાં આવી હતી અને ગાળો આપીને ફરીયાદી ભરતભાઇને લાકડી વડે માથાના ભાગે માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.જેથી હાલ ઇજા પામેલ ભરતભાઇ જીતીયાએ સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે દિપક પારઘી તથા તેની સાથે આવેલ ત્રણ અજાણ્યા ઇસમો કે જેને તે જોયે ઓળખે છે તેમ ચાર લોકોની સામે ફરિયાદ નોંધાવતા હાલ તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા દ્વારા મારામારીના ઉપરોક્ત બનાવો સંદર્ભે આઇપીસી કલમ ૩૨૩,૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ અને ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપી અને પકડવા માટે આધુનિક શરૂ કરવામાં આવ્યું એનું જાણવા મળે છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના મોટી વાવડી ગામે આવેલા ગુલાબનગર વિસ્તારમાં રહેતા દિનેશભાઈ રાઘવજીભાઈ ડાભી નામના ૫૧ વર્ષના આધેડને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.વધુમાં તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે દિનેશભાઈ ડાભી ગામ નજીકથી બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જવાના બનેલા બનાવમાં તેઓને શરીરે ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ બાબતે તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ આગળની તપાસ ચલાવી રહ્યા છે.

રોડ ક્રોસ કરતાં આધેડને વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળ-કંડલા બાયપાસ ઉપર આવેલા પાપાજી ફનવલ્ડ નજીકથી રસ્તો ઓળંગી રહેલા દિનેશભાઈ જગદીશચંદ્ર ગુપ્તા (ઉમર ૬૨) રહે.ગાંધીધામ કચ્છ વાળાને રોડ ક્રોસ કરતાં સમયે કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા આ બાબતે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે.






Latest News