ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર અકસ્માતમાં સર્જીને આશાસ્પદ યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ


SHARE











મોરબીના જેતપર રોડ ઉપર અકસ્માતમાં સર્જીને આશાસ્પદ યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ

મોરબીના જેતપર રોડ ઉપર ટ્રક ચાલકે ખાડો તરવવા જતાં પાછળ આવી રહેલા બાઇક ચાલક યુવાનને હડફેટે લીધો હતો અને તેના માથા ઉપરથી ટ્રકનું ટાયર ફરી જતાં યુવાનનું મોત નીપજયું હતું આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરેલ છે

મૂળ મોરબીના ગાળા ગામના રહેવાસી અને હાલમાં નવી પીપળી ગામે સિલ્વર પાર્ક સોસાયટીની અંદર રહેતા હિતેશભાઈ ગોવિંદભાઈ કુંડારીયા (૪૯) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર કેએ ૨૨ બી ૨૧૯૨ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મોરબીના જેતપર રોડ ઉપર સોમનાથ પેટ્રોલ પંપથી આગળના ભાગમાં રસ્તા ઉપરનો ખાડો તારવવા માટે થઈને ટ્રક ચાલકે ક્લીનર સાઈડમાં પોતાનો ટ્રક પાછળ જોયા વગર લઇ લીધો હતો જેથી કરીને તેનો દીકરો મયુરભાઈ હિતેશભાઈ કુંડારિયા (૨૦) પાછળ તેનું બાઇક નંબર જીજે ૩ એચજે ૮૧૬૩ લઈને જઈ રહ્યો હતો ત્યારે તેને અડફેટે લીધો હતો અને મયુરના માથા ઉપરથી ટ્રકનું વ્હીલ ફરી વળ્યું હતું જેથી કરીને મયુરનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું જેથી મૃતક મયુરના પિતા હિતેશભાઈની ફરિયાદ લઈને પોલીસે ઘટના સ્થળે જ વાહન છોડીને નાશી ગયેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે થઇને તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે મહાવીરભાઈ નેમુભાઈ બોલવાડે (૫૫) રહે. એમપી વાળાની ધરપકડ કરેલ છે






Latest News