મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબીના વાવડી ગામના આધેડ પોતાની અને પત્નીની બીમારીથી કંટાળી ઝેરી દવા પી લેતાં મોત


SHARE









મોરબીના વાવડી ગામના આધેડ પોતાની અને પત્નીની બીમારીથી કંટાળી ઝેરી દવા પી લેતાં મોત

મોરબી નજીક નાની વાવડી ગામે રહેતા વૃદ્ધે પોતાની અને પત્નીની બીમારીને લીધે કંટાળી જઇને ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેમનું મોત નીપજયું હતું માટે તેમના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના નાની વાવડી ગામે કબીર આશ્રમ પાસે રહેતા સુરેશભાઇ ધનજીભાઈ સુરાણી (ઉમર ૫૮) એ પોતાના પુત્રના જાણ કર્યા બાદ પોતાની જાતે કબીર આશ્રમ પાસે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને બાદમાં તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જેથી આપઘાતના બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ મથકના એન.એસ.મેસવાણીયાએ બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની તપાસ હાથ ધરી હતી.પોલીસ તપાસ દરમિયાન ખુલ્યુ હતું કે સુરેશભાઈ સુરાણીના પત્નીને માનસિક બીમારી હોય તેઓ પોતાની પત્નીને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને બાદમાં તેમના સંબંધી મોરબી રહેતા હોય તેમના પત્નીની સાથે ત્યાં ગયા હતા અને જમ્યા બાદ પોતે વાવડી જવા માટે નીકળી ગયા હતા અને વાવડી પહોંચવાના બદલે કબીર આશ્રમ પાસે રોકાઈને ત્યાંથી પોતાના પુત્રને પોતે જિંદગીથી કંટાળી ગયા છે માટે ઝેરી દવા પી લે છે તેમ જાણ કર્યા બાદ તેઓએ ઝેરી દવા પી લીધી હતી. મૃતક સુરેશભાઈ સુરાણીને પણ કિડનીની તકલીફ હોય અને પત્નીને પણ માનસિક બીમારી હોય બીમારીના કારણોસર જીવનથી કંટાળી ગયા હોવાના લીધે તેઓએ અંતિમ પગલું ભર્યુ હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા ગામે રાજપર ચોકડી પાસે બાઇક સ્લીપ થઇ જવાથી ઈજાગ્રસ્ત થયેલા જયેશભાઈ ડાયાભાઈ સિધ્ધપુરા (૪૪) રહે.વાણીયાવાડી શેરી નંબર-૪ રાજકોટ વાળાને ઇજાઓ થતાં તેમને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા તેઓ રાજકોટથી બાઇક લઇને મોરબી આવી રહ્યા હતા ત્યારે શનાળા ચોકડીએ બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેથી ઇજાઓ થતાં જયેશભાઇને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના લીલાપર રોડ પર આવેલી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતો સાજન રાજેશભાઈ સુરેલીયા નામનો ૨૮ વર્ષનો યુવાન શહેરના શનાળા રોડ સરદારબાગ પાસેથી જતો હતો ત્યાં તેને કોઈ અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતાં ઇજાગ્રસ્ત સાજન સુરેલીયાને પણ અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હોવાનું જણાવીને બંને બનાવોની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એન.એસ.મેસવાણીયા તપાસ ચલાવી રહ્યા છે.




Latest News