મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
મોરબી તેમજ હળવદમાંથી આર્યુવૈદિક દવાના નામે વેચાતી વધુ ૧૮૧ નશીલી બોટલો પકડાઇ
SHARE
મોરબી તેમજ હળવદમાંથી આર્યુવૈદિક દવાના નામે વેચાતી વધુ ૧૮૧ નશીલી બોટલો પકડાઇ
મોરબી જિલ્લામાં વધુ બે જગ્યાએથી આયુર્વેદિક દવાના નામે વેચાતી નશીલી સીરપની ૧૮૧ બોટલો પકડાઇ છે.જેમાં બે સામે કાર્યવાહી કરીને એકની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળેલ છે.મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ કરિયાણાની દુકાનમાંથી ૭૦ નશાકારક બોટલો સાથે એકને પકડવામાં આવ્યો છે અને એકનું નામ ખુલતા શોધખોળ હાથ ધરાઇ છે.જ્યારે હળવદમાં રહેણાંક મકાનમાં એલસીબી દ્રારા રેડ કરીને ૧૧૧ જેટલી નશીલી સીરપની બોટલો સાથે એકની સામે કાર્યવાહી કરવામાં આવેલ છે હાલ આ બંને બાબતો અંગે નોંધ કરીને પોલીસ દ્વારા આગળની ઘટતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા જિલ્લામાં કડકપણે નસીલા માદક દ્રવ્યોનું વેચાણ ન થાય તે માટે સફળ રેડ કરવા માટે સૂચના કરવામાં આવેલી હોવાથી એલસીબીનો સ્ટાફ રાઉન્ડમાં હતો દરમિયાનમાં એલસીબીના પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા કે.એચ.ભોચિયા અને સ્ટાફના માણસો ચંદુભાઈ કલોતરા, તેજશ વિડજા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયાને ખાનગી રાહે હકિકત મળેલ કે, હળવદ રાણેકપર રોડ, સિધ્ધી વિનાયક સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇ કાનજીભાઇ ચૌહાણ (ઉ.વ.૪૩) રહે.હાલે સિધ્ધી વિનાયક સોસાયટી શેરી નં.૫, હળવદ, જી.મોરબી મુળ રહે.સડલા તા.મુળી જીલ્લો સુરેન્દ્રનગર વાળો તેના રહેણાંક મકાનમાં પરમીટ કે આધાર તેમજ બિલ વગર આર્યુવૈદીક નશીલી સિરપની બોટલો વેચાણ કરવાના ઇરાદે રાખેલ છે જે મળેલ હકિકત આધારે રેઇડ કરતા તેના રહેણાંક મકાનેથી શીલબંધ બોટલો નંગ-૧૧૧ કિંમત રૂા.૧૬,૬૫૦ નો મુદામાલ મળી આવતા શક પકતી મિલ્કત તરીકે જપ્ત કરીને પ્રવિણભાઇ ચૌહાણ સામે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
જ્યારે મોરબીમાં એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા લીલાપર રોડ ઉપરના સાત હનુમાન મંદિર નજીક આવેલ શક્તિ કિરાના નામની દુકાનમાં પણ આયુર્વેદિક દવાના નામે વેચાતી નશાકારક સીરપની બોટલો વેચવામાં આવી રહી છે તેવી બાતમી મળતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી અને ૭૦ જેટલી બોટલો સાથે રસિક બચુભાઇ ભડાણીયા જાતે કોળી (૪૫) રહે.લીલાપર રોડ સાત હનુમાન મંદિર પાસે વાળાની સામે હાલ કાર્યવાહી કરવામાં આવી હતી.તેમજ તેની પૂછપરછ દરમિયાન તેણે આ માલ કપિલભાઈ નામની વ્યક્તિ પાસેથી મેળવ્યો હોય હાલ બન્ને સામે નોંધ કરીને એ ડિવિઝન પોલીસ દ્વારા રૂા.૧૦,૫૦૦ ની કિંમતની ૭૦ સીરપની બોટલો જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે જથ્થાને લેબ ટેસ્ટમાં મોકલવાની આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.









