મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું  સરકાર જે નિર્ણય લેવા માંગતી હોય તે વહેલી તકે જાહેર કરે નહીં તો આંદોલન ઉગ્ર બનશે: મોરબીના જેતપર ગામેથી આંદોલન સમિતિ સભ્યની ચેતાવણી ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા થવાથી આપઘાત કરવા પડે તેવો ઘાટ: હળવદ માર્કેટ યાર્ડને વેપારીઓ-ખેડૂતોનો બાઇક-કાર રેલી સાથે અનોખો વિરોધ મોરબી : આયુષ હોસ્પિટલના ડૉ.સત્યજીતસિંહ જાડેજાની વધુ એક ક્રિટિકલ કેર ક્ષેત્રે અભૂતપૂર્વ અને નોંધપાત્ર સિદ્ધિ મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ચરાડવામાંથી નસીલી શિરપના ૩.૪૬ લાખના જથ્થા સાથે પકડાયેલા દુકાનદાર સહિત ત્રણ સામે ફરિયાદ: બેની ધરપકડ


SHARE









મોરબી જિલ્લાના ચરાડવામાંથી નસીલી શિરપના ૩.૪૬ લાખના જથ્થા સાથે પકડાયેલા દુકાનદાર સહિત ત્રણ સામે ફરિયાદ: બેની ધરપકડ

મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં આયુર્વેદિક શિરપના નામે વેચાતા નશીલી બોટલોનું વેચાણ કરવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા જુદીજુદી જગ્યાએ રેડ કરીને આવી નસીલી આયુર્વેદિક શિરપની બોટલોને કબજે કરી રહી છે તેવી જ રીતે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામે પાનની દુકાનમાં રાખવામા આવેલ નશીલા શીરપની ૨૩૨૫ બોટલો અગાઉ કબજે કરી હતી અને ત્યારે સેમ્પલ એફએસએલમાં મોકલાવવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ આવી જતાં હાલમાં પોલીસે દુકાનદાર સહિત કુલ મળીને ત્રણ શખ્સોની સામે ગુનો નોંધ્યો છે અને બે આરોપીની ધરપકડ કરેલ છે

મોરબી જિલ્લા એસઓજીની ટીમે ગત સપ્ટેમ્બર મહિનામાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામે બસ સ્ટેન્ડ પાસે મુરલીધર પાન સેન્ટર નામની દુકાન ધરાવતા રાજેશ ડાયાભાઇ સોનાગ્રાના રહેણાંક મકાનમાં રેડ કરી હતી અને મકાનમાંથી આશ્વાસવ કાળા ઘોડા છાપ આયુર્વેદિક નશીલી શિરપ તેમજ કાલ મેઘાઅશ્વ અરીષ્ઠા બ્રાન્ડ ૨૩૨૫ બોટલ કબજે કરીને ૩,૪૬,૪૨૫ ની કિંમતનો મુદામાલ કબજે કરેલ હતો અને જે બોટલો કબજે કરી હતી તેમાથી સેમ્પલ લઈને એફએસએલમાં મોકલાવવામાં આવ્યા હતા જે સેમ્પલનો રિપોર્ટ આવી હતા હાલમાં મોરબી જિલ્લા એસઓજીના પીએસઆઈમહમદ અસલમ શૌકતઅલી અંસારીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજેશભાઇ ડાયાભાઇ સોનગ્રા જાતે સતવારા રહે. ચરાડવા ગોપાલનગર તાલુકો હળવદ, હિતેશભાઇ અમરશીભાઇ લાલુકીયા જાતે રાવળદેવ રહે. રામકો વિલેઝ ઘુંટું તાલુકો મોરબી અને પ્રણવભાઇ શાહ રહે. રાજકોટ વાળાની સામે પ્રોહિ કલમ ૬૫એઇ૧૧૬બી૮૧૮૩૬૭(ક) તથા આઇ.પી.સી. કલમ- ૨૭૨૨૭૩૪૦૬૪૬૫૪૬૮૪૭૧તથા ધી ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટ ૧૯૪૦ ની કલમ ૩૩ઇ૩૩ ઇઇ૩૩ ઇઇએ૩૩ આઇ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને હાલમાં પોલીસે આ ગુનામાં રાજેશભાઇ ડાયાભાઇ સોનગ્રા જાતે સતવારા (૪૨) રહે. ચરાડવા ગોપાલનગર તાલુકો હળવદ અને હિતેશભાઇ અમરશીભાઇ લાલુકીયા જાતે રાવળદેવ (૩૧) રહે. રામકો વિલેઝ ઘુંટું તાલુકો મોરબી વાળાની ધરપકડ કરેલ છે

આ આરોપીઓ એક બીજાના આર્થિક લાભ માટે લાયસન્સ વગર આયુર્વેદીક શીરપની જુદી જુદી Ashvashavતથા KAL MEGHASAVA ASAVA-ARISHTA વાળી બોટલો તથા તેમાં ભરેલ કેફીપીણાનુ ઉત્પાદન કરી ઇથાઇલ આલ્કોહોલ તથા આઇસો પ્રોપાઇલ આલ્કોહોલની ભેળસેળ કરી જે બોટલો ઉપર ૧૦૦% હર્બલ” ના નામનુ લેબલ લગાડી ખરેખર ૧૦૦ % હર્બલ ન હોવા છતાં લોકો સાથે વિશ્વાસઘાત કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી આ લેબલમાં દર્શાવેલ સરનામે શ્રી આયુર્વેદિક હેલ્થ કેર” હાલમાં અસ્તીત્વમાં ન હોવા છતા તેના નામના ખોટા લેબલ (દસ્તાવેજ) તૈયાર કરી બોટલ ઉપર લગાવી તેમાં ભેળસેળ યુક્ત નશાકારક પ્રવાહિ ભરી શીલ કરી મોટા જથ્થાનુ ઉત્પાદન કરી આ બોટલોનો ખરા તરીકે ઉપયોગ કરી નશાકારક પ્રવાહીનુ ગેરકાયદેસર વેચાણ કરતાં હતા આ ગુનામાં હજુ રાજકોટના શખ્સને પકડવાનો બાકી હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News