વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા સર્કલે ૫૦ કરોડના ખર્ચે બનશે ઓવરબ્રિજ


SHARE











મોરબીના ઉમિયા સર્કલે ૫૦ કરોડના ખર્ચે બનશે ઓવરબ્રિજ

મોરબીના જુદાજુદા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને ઉકેવા માટે ઓવરબ્રિજ ધડોધડ મંજૂર કરવામાં આવે છે ત્યારે મોરબીના ઉમિયા સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે ઓવરબ્રિજની માંગ કરી હતી જેને ધ્યાને લઈને હાલમાં શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલે ૫૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવેલ છે જેથી ત્યાં ટ્રાફિક સહિતના જે પ્રશ્નો છે તે આગામી દિવસોમાં ભૂતકાળ બની જશે

મોરબીના દરેક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા છે ત્યારે ટ્રાફિકના પ્રશ્ને ઉકેલવા માટે ઓવરબ્રિજ મંજૂર કરીને બનાવવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવી અને સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયા દ્વારા મોરબીના ઉમિયા સર્કલ ખાતે ઓવરબ્રિજ માટે સરકારમાં રજુઆત કરી હતી જેને ધ્યાને રાખીને શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે આવેલ ૫૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવેલ છે અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા મોરબી નગરપાલિકાના આ નવા પ્રોજેકટ માટે રાજકોટ પ્રાદેશિક નગરપાલિકા કચેરીને પાંચ કરોડની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે જેથી ટૂંક સમયમાં ઉમિયા સર્કલે ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે




Latest News