ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહનની હડફેટે યુવાનનું મોત 


SHARE











મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહનની હડફેટે યુવાનનું મોત 

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ નજીક થયેલ વાહન અકસ્માતના બનાવમાં અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતાં વાંકાનેરના વીડી જાંબુડીયા ગામના યુવાનનું મોત નિપજયું હોવાનો તાલુકા પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે બાપા સીતારામ મઢુલીની પાસેથી પગપાળા રસ્તો ઓળંગી રહેલા મુકેશભાઈ અરજણભાઇ ચાવડા (ઉમર ૪૨ રહે.વીડી જાંબુડીયા તા.વાંકાનેર જી.મોરબી) નામના યુવાનને તા.૪-૧૦ ની વહેલી સવારે સાડા છએક વાગ્યાના અરસમાં કોઇ અજાણ્યા વાહનચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મુકેશભાઇ ચાવડાનું મોત નીપજયું હતું. મૃતદેહ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા તાલુકા પોલીસને જાણ થઈ હતી જેથી કરીને બાદમાં બનાવ અંગે મૃતકના કાકા આલાભાઈ ત્રીકમભાઈ ચાવડા (ઉમર ૬૦) ધંધો ખેતીકામ રહે.વીડી જાંબુડીયા તા.વાંકાનેર જીલ્લો મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ પોતાના ભત્રીજા મુકેશ અરજણભાઇ ચાવડાને હડફેટે લઈ મોત નીપજાવવા સબબ ફરિયાદ નોંધાવતા હાલમાં તાલુકા પીએસઆઇ વી.જી.જેઠવાએ બનાવ સંદર્ભે આગળની.તપાસ હાથ ધરી છે.અકસ્માત બાદ ભાગી છુટેલા વાહન ચાલકને ઝડપી પાડવા તાલુકા પોલીસે તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

ટંકારાના ઉગમણા નાકા વિસ્તારમાં રહેતો કેશુભાઈ મગનભાઈ મકવાણા નામનો ૪૫ વર્ષીય યુવાન બાઇક લઇને ઘરેથી નીકળ્યો હતો અને તે વાડીએ જતો હતો ત્યારે કેશુભાઈનું બાઇક ઘોડા સાથે અથડાતાં ઈજાગ્રસ્ત થયેલા કેશુભાઈ મકવાણાને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના પંચાસર રોડ ઉપર રાજનગર વિસ્તારમાં રહેતો ધ્રુમીલ મુકેશભાઈ ધમાસણા જાતે પટેલ નામનો ૧૩ વર્ષનો બાળક રસ્તેથી પગપાળા જતો હતો ત્યારે કાર ચાલકે તેના પગ ઉપરથી કારનું વ્હીલ ફેરવી દેતા ઈજાગ્રસ્ત થયેલા ધ્રુમીલ ધમાસણાને સારવાર માટે અત્રેની સાગર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

દારૂ સાથે પકડાયો

મૂળ હળવદના ખોજાખાના વિસ્તારમાં રહેતો અને હાલ મોરબીના સામાકાંઠે કુળદેવી પાન પાછળની રામકૃષ્ણ સોસાયટીમાં રહેતો અજયગીરી નટવરગીરી ગોસ્વામી બાવાજી (૨૯)નામનો શખ્સ લાલપર ગામની સીમમાં સિસમ સિરામીક પાછળ બાવળની કાંટમાંથી નવ લીટર દેશી દારૂ સાથે મળી આવતા તેની અટકાયત કરીને તાલુકા પોલીસે તેની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધ્યો હતો.






Latest News