વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે નયી ચેતના અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો


SHARE











વાંકાનેર ખાતે નયી ચેતના અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

વાંકાનેરના નવાપરા રામકૃષ્ણ નગર કન્યા શાળા ખાતે ‘નયી ચેતના’ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહિલાઓ સ્વતંત્ર રીતે પોતાના નિર્ણય લઈ પોતાના અધિકારોને જીવી અને જાણીને પોતાના સ્વપ્ન પુરા કરી શકે તે બાબત પર ભાર મુકી મહિલાઓને વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવી હતી. મહિલા સ્વાવલંબી બને તેમજ સમાજ અને પરિવારમાં તેનું વર્ચસ્વ બની રહે તે માટે સરકાર દ્વારા મહિલાઓ લગતી વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત ગંગા સ્વરૂપ યોજના, મહિલા સ્વાવલંબન યોજના, વ્હાલી દીકરી યોજના, વિકલાંગ યોજના, નિરાધાર તથા વૃદ્ધ પેન્શન, ભરણ પોષણ કાયદો વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત કાર્યક્રમમાં મહિલા અને કિશોરીઓને તેમના હકો તથા ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે સમજ આપી કિશોરી તથા બહેનોના પ્રશ્નો સાંભળી યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી લગ્ધીરકા, જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના દેવ પ્રોજેક્ટના કો.ઓર્ડીનેટરશ્રી મયુર સોલંકી, જિલ્લા બાળ વિકાસ વિભાગના રંજન મકવાણા તથા સામાજિક ન્યાય અને  અધિકારીતા વિભાગ સંલગ્ન સિનિયર સિટીઝન હેલ્પ લાઇન ૧૪૫૬૭ ના રાજદીપ પરમાર અને મહિલા કમિટીના બહેનો તથા અલગ અલગ વિસ્તારની કિશોરી તથા માતા અને બહેનોએ હાજરી આપી હતી.




Latest News