વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબી નજીક સેનેટરીના કારખાનામાં બાળ શ્રમિકને કામ રાખનારા કોન્ટ્રાકટર સામે ગુનો નોંધાયો


SHARE











મોરબી નજીક સેનેટરીના કારખાનામાં બાળ શ્રમિકને કામ રાખનારા કોન્ટ્રાકટર સામે ગુનો નોંધાયો

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ બહાદુરગઢ ગામના પાટીયા પાસે સેનેટરીવેરના કારખાનામાં બાળ શ્રમિકને કામે રાખવામાં આવ્યો હતો જેથી અધિકારી દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે બાળ શ્રમિક મળી આવતા હાલમાં કોન્ટ્રાક્ટર સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શ્રમ અધિકારી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં બાળ શ્રમિકોને કામે રાખવામાં આવતા હોવા અંગેની સરકારી શ્રમ અધિકારીને ફરિયાદ મળતી હોય છે જેના આધારે જુદી જુદી જગ્યાએ ચેકિંગ અને રેડ સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ બહાદુરગઢ ગામના પાટીયા પાસે એ.જી.એલ. સેનેટરીવેર નામના કારખાનામાં કોન્ટ્રાક્ટર દ્વારા બાળ શ્રમિકને કામે રાખીને કામ કરાવવામાં આવી રહ્યું છે તે પ્રકારની માહિતી આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે કારખાનામાં કોન્ટ્રાક્ટર લખાઈ પાંડુ કિશુક રહે. એ.જી.એલ. સેનેટરીવેર વાળાએ બાળ શ્રમિકને કામે રાખેલ હતો જેથી કરીને બાળ શ્રમિકને ત્યાંથી મુક્ત કરવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટરની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શ્રમ અધિકારી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News