વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

વાંકાનેરના ઠીકરિયાળા ગામે કલેકટરની અધ્યક્ષતામાં રાત્રી બેઠક યોજાઇ


SHARE











વાંકાનેરના ઠીકરિયાળા ગામે કલેકટરની અધ્યક્ષતામાં રાત્રી બેઠક યોજાઇ

વાંકાનેર તાલુકાના ઠીકરિયાળા ગામ ખાતે કલેકટરની અધ્યક્ષતામાં રાત્રી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કલેકટર જી.ટી. પંડ્યા, ડેપ્યુટી કલેક્ટર એચ.એ. શેરસીયા, મામલતદાર ઉત્તમ કાનાણી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત ચેરમેન જીજ્ઞાસાબેન મેર તથા તાલુકાનાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. સમસ્ત ઠીકરિયાળા ગામ લોકોએ ખુબ સરસ રીતે રાત્રી બેઠકને આવકારી હતી. આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનઓની જાણકારી આપવામાં આવી હતી. ખાસ કરીને પ્રાકૃતિક ખેતી વિશે અને I - ખેડૂત પોર્ટલ દ્વારા તાર ફેન્સિંગ યોજના આગામી ૧૦/૧૨ થી મોરબી જિલ્લામાં ઓનલાઇન અરજી ભરવા માટે શરૂ થતી હોય તેના વિશે લોકોને માહિતગાર કર્યા હતા. આ ગામના સરપંચ દ્વારા ૨૧ જેટલા વિકાસલક્ષી કામોનું સૂચન ચેરમેન જીજ્ઞાસાબેન મેરને સાથે રાખીને કલેકટરને આપવામાં આવ્યા હતા.




Latest News