વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીની વ્રજવાટિકા સોસાયટીમાં થતા કોમર્શિયલ કોમ્પ્લેક્સની બાંધકામ મંજૂરી રદ: પોલીસ ફરીયાદ માટે તજવીજ શરૂ


SHARE











મોરબીની વ્રજવાટિકા સોસાયટીમાં થતા કોમર્શિયલ કોમ્પ્લેક્સની બાંધકામ મંજૂરી રદ: પોલીસ ફરીયાદ માટે તજવીજ શરૂ

મોરબીના રવાપર રોડ ઉપર વ્રજવાટીકા સોસાયટીમાં શિવ ડેવલોપર્સ દ્વારા કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલ જમીનમા ખોટા આધાર પુરાવા દર્શાવીને કોમર્શિયલ કોમ્પ્લેક્સ માટે મંજુરી લીધી હતી જેથી વ્રજ વાટીકા સોસાયટીના લોકો હાઇકોર્ટ સુધી પહોંચ્યા હતા અને તાજેતરમાં મોરબી પાલિકા દ્વારા ઓનલાઈન બાંધકામ મંજૂરી રદ કરી દેવામાં આવી છે ત્યારે હવે બિલ્ડર્સની સામે સરકારી રેકર્ડમાં ચેડ કરવા સબબ ફરીયાદ નોંધાવવા માટેની હિલચાલ શરૂ કરવામાં આવેલ છે

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર વજેપર સર્વે નંબર ૯૯૯ ની જમીન ઉપર વ્રજવાટીકા સોસાયટી આવેલ છે અને ત્યાં શિવ ડેવલોપર્સ નામની પેઢીના ભાગીદારો દ્વારા વ્રજવાટીકા સોસાયટીના રહેણાંક હેતુના પ્લોટ ઉપર જમીનમાં રોડના ખોટા માપ દર્શાવી કોમર્શિયલ કોમ્પ્લેક્સ માટે ઓનલાઈન બાંધકામ મંજૂરી લેવામાં આવી હતી જેની સામે સોસાયટીનો વિરોધ હતો અને વ્રજ વાટીકા સોસાયટીના પ્રમુખ પ્રવિણભાઇ દાવા દ્વારા કાનૂની કાર્યવાહી કરી હાઇકોર્ટમાં મામલો લઈ જવામાં આવ્યો હતો અને મોરબી નગરપાલિકા દ્વારા આ કેસમાં હાઇકોર્ટના દિશા નિર્દેશ મુજબ શિવ ડેવલોપર્સ પેઢીની ઓનલાઈન મંજૂરી નામંજૂર કરી ગેરકાયદેસર બાંધકામને રોકવાનો આદેશ કરવામાં આવેલ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ બાંધકામ મંજૂરી લેવા માટે થઈને જે લેઆઉટ પ્લાન રજૂ કરવામાં આવ્યા હતા તેમાં રોડ રસ્તા વગેરે જેવી બાબતોમાં સરકારી રેકર્ડ સાથે ચેડા કરવામાં આવ્યા હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી કરીને હાલમાં સોસાયટી પાસે જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવા માટે થઈને બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું તે બાંધકામની મંજૂરી રદ કરવામાં આવી છે અને તે બાંધકામ રોકી દેવા માટે થઈને બિલ્ડર્સને જાણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે 

ત્યારે ઉલ્લેખનીએ છીએ કે સોસાયટીના લોકો દ્વારા હાઇકોર્ટ સુધી દ્વાર ખખડાવવામાં આવ્યા ત્યારે ગેરકાયદેસર થઈ રહેલા બાંધકામની મંજૂરીને રદ કરવામાં આવી છે જોકે અગાઉ આ બિલ્ડરને બાંધકામ મંજૂરી કઈ રીતે મળી હતી તે દિશામાં તપાસ કરવામાં આવે તો કેટલાક અધિકારીઓના પગ નીચે પણ રેલો આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે સરકારી રેકર્ડ સાથે ચેડા કરીને અગાઉ બાંધકામ મંજૂરી મેળવવામાં આવી હતી જેથી કરીને બિલ્ડર્સ સામે હવે પોલીસ ફરિયાદ કરવા માટે થઈને તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવા અંગેની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી રહે છે




Latest News