વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

જીવવું હોય તો પૈસા આપી દે કહીને મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો: બે શખ્સે કરી ૧૩ હજારની લૂંટ


SHARE











જીવવું હોય તો પૈસા આપી દે કહીને મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો: બે શખ્સે કરી ૧૩ હજારની લૂંટ

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રેલવે સ્ટેશન પાછળ ખાડા વિસ્તારમાંથી યુવાન તેના મિત્રને મૂકવા માટે જતો હતો ત્યારે બે શખ્સો દ્વારા કોઈપણ કારણ વગર તેના બાઇકની આગળ બાઈક આડું ઉભું રાખી દીધું હતું અને “જીવવું હોય તો પૈસા આપી દે” તેવું કહ્યું હતું ત્યારે યુવાને પૈસા આપવાની ના પાડતા તેને બાઈક ઉપરથી નીચે પછાડી દીધો હતો અને ત્યારબાદ બે પૈકીના એક શખ્સે તેને પકડી રાખ્યો હતો અને બીજા શખ્સે ફરિયાદીનું પાકીટ ખિસ્સામાંથી કાઢી લીધૂ હતું અને તેના ૧૨ થી ૧૩ હજાર રૂપિયા લૂંટી લીધા હતા અને ફરિયાદી ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને તેને અંગૂઠામાં તથા ડાબા પગના સાથળમાં છરીના ઘા માર્યા હતા જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેણે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં રહેતા અને એસી રીપેરીંગનું કામ કરતા કિશોરભાઈ મનુભાઈ ચાવડા જાતે અનુ. જાતિ (૨૩) નામના યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અલ્તાફ ઉર્ફે અલ્ટી અબ્દુલભાઈ જેડા તથા અલ્યાસ ઉર્ફે ભીમો હુસેનભાઇ સુમરા રહે બંને વીસીપરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેવા તેણે જણાવ્યુ છે કે તે પોતાના મિત્ર ઉમંગને પોતાના બાઈકમાં બેસાડીને મૂકવા જતો હતો ત્યારે રેલ્વે સ્ટેશન પાસે ખાડા વિસ્તારમાં આરોપીઓએ તેના બાઈકની આડે પોતાનું બાઈક ઉભું રાખી દીધું હતું અને બોલાચાલી કરી હતી અને ત્યારે ફરિયાદી યુવાનને “જીવવું હોય તો પૈસા આપી દે” તેવું કહીને પૈસાની માંગણી કરી હતી ત્યારે ફરિયાદીએ પૈસા આપવાની ના પાડી હતી જેથી કરીને તેને બાઈકમાંથી નીચે પછાડી દીધો હતો અને ત્યારે આરોપી અલ્તાફે પોતાના પાસે રહેલ છરી કાઢી હતી અને અલ્યાસે તેને પકડી રાખ્યો હતો અને ત્યારબાદ તેના પેન્ટના ખિસ્સામાંથી બળજબરીથી પાકીટ કાઢી લેવામાં આવ્યું હતું અને પાકીટ પાછું લેવા જતા અલ્તાફે તેના હાથમાં રહેલ છરી વડે ફરિયાદી યુવાનને અંગૂઠામાં તેમજ ડાબા પગના સાથળના ભાગે છરીના ઘ માર્યા હતા અને તેના પાકીટમાંથી ૧૨ થી ૧૩ હજાર રૂપિયા રોકડા હતા તેની લૂંટ કરી હતી અને ફરિયાદીના મોબાઇલ ફોન તથા એક્સેસ મોટરસાયકલમાં પણ છરી મારીને નુકસાની કરવામાં આવી હતી અને ત્યાર બાદ તે બંને નાસી ગયા હતા અને ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો ત્યાં સારવાર લીધા બાદ તેણે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૩૯૪, ૪૨૭, ૧૧૪ તથા જીપીએકટ કલમ ૧૩૫ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૨) (૫-A), ૩(૨)(૫) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News