Morbi Today
માળીયા (મી) ના નવા અંજિયાસર ગામે રહેતી યુવતીએ પોતાના ઘરમાં અંતિમ પગલું ભર્યું
SHARE

માળીયા મીયાણ તાલુકાના નવા અંજિયાસર ગામે રહેતી યુવતીએ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે માળીયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના નવા અંજીયાસર ગામે રહેતા અબ્દુલભાઈ હબીબભાઈ માણેકની ૧૮ વર્ષની દીકરી હસીનાબેન માણેક એ પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને માળિયા મિયાણામાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઇ તપાસીને તે યુવતીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના જી.પી.મારૂણીયા ચલાવી રહ્યા છે.