વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો
Breaking news
Morbi Today

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતી પરણીતા ગુમ


SHARE











મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતી પરણીતા ગુમ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટી ખાતે રહેતી પરણીતા ઘરે કોઈને કશું કહ્યા વગર ચાલી ગઈ છે અને હજુ સુધી તેનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી કરીને પરણીતાના પતિએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાની પત્ની ગુમ થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમ સુધા ફરિયાદ નોંધિને મહિલાને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટી શિવપાર્ક ખાતે રહેતા મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનાં ટીટોડીયા ગામના રહેવાસી હિરલબેન મહેશભાઈ જાદવ જાતે કોળી (૨૫) ગત તા ૨૫/૧૦/૨૩ ના રોજ બપોરના સાડા ત્રણેક વાગ્યાના સમયે પોતાના ઘરે કોઈને કશું કહ્યા વગર નીકળી ગયેલ છે અને આજ દિવસ સુધી તેઓ ઘરે પરત આવેલ નથી જેથી કરીને હિરલબેન ગુમ થયા હોવા અંગેની હાલમાં તેના પતિ મહેશભાઈ મનાભાઈ જાદવ સાથે કોળી (૨૮) રહે ભાગ્યલક્ષ્મી સોસાયટી વાળાએ ગુમસુધા ફરિયાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે જેના આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલ પરણીતાને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જે.જે  ડાંગર ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.




Latest News