માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું
Breaking news
Morbi Today

માળીયા મિયાણાના વેણાસર ગામે નિલગાયનો શિકાર !: ફોરેસ્ટ-પોલીસને જાણ કરાઇ


SHARE







માળીયા મિયાણાના વેણાસર ગામે નિલગાયનો શિકાર !: ફોરેસ્ટ-પોલીસને જાણ કરાઇ

મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના વેણાસર ગામે શિકારી ટોળકી સક્રિય છે અને અબોલ જીવનો શિકાર કરવામાં આવે છે તેવી ચર્ચા થઈ રહી હતી તેવામાં શિકારી ટોળકીએ બે નીલગાય ઉપર બધુંકમાંથી ભકડા કર્યા હતા જેથી એકનું મોત નીપજયું હતું અને એકને ઇજા થયેલ છે જેથી તેને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની ફોરેસ્ટ અને પોલીસ વિભાગમાં જાણ કરવામાં આવી છે

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના વેણાસર ગામના સરપંચ અરજણભાઈ આહિરે હાલમાં ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર ફોરેસ્ટ અને પોલીસના લેખિત ફરિયાદ કરી છે જેમાં જણાવ્યુ છે કે,  છેલ્લા કેટલાક દિવસોથી રાત્રીના સમયે ગામ નજીક શિકારી ટોળકી સક્રિય થયેલ છે અને આ શિકારી ટોળકી નીલગાયનો શિકાર કરી રહી છે અને બંદૂકથી ભડાકા કરીને અબોલ જીવનો શિકાર કરવામાં આવે છે ત્યારે ગામની સીમમાં રહેતા ખેત મજૂરોમાં ગોળી વાગે તો બનાવ માનવ હત્યાનો બનાવ બને તેવી શ્કાયતા છે જેથી કરીને આ શિકારી ટોળકીને ડામવામાં આવે તે જરૂરી છે વધુમાં જણાવ્યુ છે કે, બે નીલગાય ઉપર ભડાકા કર્યા હતા જેથી કરીને એકનું મોત નીપજયું હતું જો કે, અન્ય એકને ઇજા થયેલ છે જેથી તેને હાલમાં સારવારમાં લઈ જવામાં આવેલ છે 




Latest News